- લોકો કોરોના પોઝિટિવ બન્યા પછી ડિપ્રેશનમાંં જતા રહે
- નોઇડા અને ગ્રેટર નોઈડામાં ડિપ્રેશનના લીધે ઘણા મૃત્યુ થયા
- એક દર્દીએ કૈલાસ હોસ્પિટલના પાંચમા માળેથી કુદીને આત્મહત્યા કરી
નવી દિલ્હી : કોરોના મહામારીનેે કારણે જ્યાં લોકો સારવાર દરમિયાન મરી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો એવા પણ છે, જેઓ કોરોના પોઝિટિવ બન્યા પછી ડિપ્રેશનમાંં જતા રહે છે અને આ ડિપ્રેશનની કારણે મૃત્યુને ભેટી રહ્યા છે.
બાદલપુર વિસ્તારમાં મહિલાએ આગ લગાવી આત્મહત્યા કરી
આ પ્રકારના કેસોમાં નોઇડા અને ગ્રેટર નોઈડામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ બાદલપુર વિસ્તારમાં મહિલાએ આગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે એક દર્દીએ કૈલાસ હોસ્પિટલના પાંચમા માળેથી કુદીને આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચો : કોરોનાઃ લોકોની માનસિક સ્થિતિ પર કેવી અસર પડી છે જાણો સાઈકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી પાસે
મહિલાનો કોરોના પોઝિટિવ આવતા 14મા માળેથી કૂદી આત્મહત્યા કરી
આ દરમિયાન ગ્રેટર નોઈડાના સૂરજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેક્ટર 137માં આવેલી સોસાયટીમાં રહેતી 30 વર્ષીય મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા પછી 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની માહિતી મળતાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : માનસિક બિમારીથી પીડાતા લોકોની સંખ્યા 2020માં વધીને બમણી થઇ
મહિલાને ડોક્ટરોએ મૃત જાહેર કરી
થાના સૂરજપુર વિસ્તાર હેઠળ 30 વર્ષીય મહિલાએ પેરામાઉન્ટ ફ્લોરાવિલે સેક્ટર 137ના ટાવર નંબર 7, ફ્લેટ નંબર 1403 પરથી કૂદીને આત્મહત્યા કરી છે. જેને ફોનિક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી.
મૃતકને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી
આ કેસના સંબંધમાં વધુ માહિતી આપતી વખતે એડિશનલ ડીજીપી સેન્ટ્રલ ઝોન ઇલામરાને જણાવ્યું હતું કે, મહિલાના પતિને કહેવામાં આવ્યું હતું કે મૃતકને તાવ આવતો તો. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જે પછી તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મૃતકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે પછી મહિલા ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આત્મહત્યા કરી હતી.