ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Covid Omicron Variant: ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ, દેશભરમાં કુલ 1,525 કેસ - કોવિન એપ પર રજિસ્ટ્રેશન

ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણનો દર (Corona Cases in India) ફરીથી વધવા લાગ્યો છે. આ ઉપરાંત ઓમિક્રોન વેરિયન્ટ પણ ઝડપથી ફેલાઈ (Covid Omicron Variant) રહ્યો છે. રવિવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 3,194 નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર વધીને 4.59 ટકા થઈ ગયો છે.

Covid Omicron Variant: ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ, દેશભરમાં કુલ 1,525 કેસ
Covid Omicron Variant: ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ, દેશભરમાં કુલ 1,525 કેસ

By

Published : Jan 3, 2022, 8:46 AM IST

નવી દિલ્હીઃ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી (Covid Omicron Variant) ફેલાઈ રહ્યો છે. દિલ્હીમાં રવિવારે કોરોના વાઈરસ સંક્રમણના 3,194 નવા કેસ (Corona Cases in India) સામે આવ્યા છે, જે ગયા વર્ષ 20 મે પછીથી એક દિવસના સૌથી વધુ કેસ છે. જોકે, કોરોનાના કારણે એક દર્દીનું મોત પણ થયું છે. જ્યારે સંક્રમણ દર વધીને 4.59 ટકા થઈ ગયો છે. આરોગ્ય વિભાગના આંકડાઓથી આ માહિતી મળી છે. સમાચાર એજન્સી IANSના મતે, ભારતમાં ઓમિક્રોનના (Omicron Cases in India ) 1,525 કેસની પુષ્ટિ થઈ ચૂકી છે.

દેશમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને 1,525 થઈ

દિલ્હીમાં સતત 2 દિવસ સંક્રમણનો દર 5 ટકાથી વધુ રહે તો રેડ એલર્ટ જાહેર થઈ શકે છે

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (Delhi Disaster Management Authority DDMA)ની તબક્કાવાર પ્રતિક્રિયા કાર્યવાહી યોજના અંતર્ગત, જો સંક્રમણનો દર સતત 2 દિવસ 5 ટકાથી વધુ રહે છે તો 'રેડ' એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે, જેના કારણે પૂર્ણ કરફ્યૂ લગાવી શકાય છે અને વધુમાં આર્થિક પ્રવૃત્તિઓ થંભી શકે છે.

દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા

તો રવિવારે કોરોનાના કેસ એક દિવસ (Corona Cases in India) પહેલાના 2,716 કેસથી 17 ટકા વધુ છે. દિલ્હીમાં ગઈ 20 મેએ 5.50 ટકા સંક્રમણ દરની સાથે 3,231 કેસ સામે આવ્યા હતા. તે દિવસે 233 સંક્રમિતોના મૃત્યુ થયા હતા.

દિલ્હીમાં ઓમિક્રોનના કેસ પણ વધ્યા

સત્તાવાર આંકડાઓ અનુસાર, શુક્રવારે અને ગુરુવારે ક્રમશઃ 1,796 અને 1,313 કેસ સામે આવ્યા હતા. જ્યારે સંક્રમણ દર ક્રમશઃ 1.73 અને 2.44 ટકા રહ્યો હતો. શહેમાં કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં (Covid Omicron Variant) વધારો થવાની વચ્ચે નવા કેસમાં વૃદ્ધિ થઈ છે. શહેરમાં મહામારીથી મરનારા લોકોની કુલ સંખ્યા વધીને 25,109 થઈ ગઈ છે.

ગુજરાતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા 136 થઈ

તો આ તરફ ગુજરાતમાં ઓમિક્રોનના અત્યાર સુધી 136 કેસ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 460 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 968 કેસ નોંધાયા હતા. જ્યારે 85 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. તો 1 દર્દીનું મૃત્યુ થયું હતું. તો સારી વાત એ હતી કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એક પણ કેસ નહતો નોંધાયો.

આજથી 15થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ શરૂ

એક તરફ દેશભરમાં કોરોના રસીકરણ (Corona vaccination in India) ચાલી રહ્યું છે. ત્યારે હવે આજથી 15થી 18 વર્ષના કિશોરોનું પણ કોરોના રસીકરણ (Corona vaccination of adolescents in India) શરૂ થશે. ત્યારે 2 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યા સુધી 6.70 લાખથી વધુ કિશોરોનું રસીકરણ માટે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. હજી પણ કોવિન એપ્લિકેશન (Registration on the CoWin app) પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ જ છે.

ABOUT THE AUTHOR

...view details