- અમિત શાહની બેઠકમાં 6 લોકો સામે FIR નોંધાઈ
- રેલીમાં માત્ર 6 લોકો સામે ફરીયાદ
- કોરોના ગાઈડલાઈનનો થયો હતો ભંગ
બેંગાલુરુ (કર્ણાટક): બેલાગવી પોલીસે આખરે 17 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં કોવિડ માર્ગદર્શિકાના ભંગ બદલ 6 લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. કર્ણાટક હાઈકોર્ટે શહેર પોલીસ કમિશનર સામે આંખ લાલ કરી હતી કારણ કે પોલીસે FIR નોંધવામાં મોડુ કર્યું હતું. બેલાગવી પોલીસ કમિશનરે શુક્રવારે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું કે, રેલી યોજનારા છ લોકો સામે 14 જૂને એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પાંચ મહિના બાદ તે પછી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
રેલીમાં માત્ર 6 વ્યક્તિઓ સામે FIR
મુખ્ય ન્યાયાધીશ અભય ઓકા અને ન્યાયાધીશ સૂરજ ગોવિંદરાજની ડિવિઝન બેંચને એ આશ્ચર્યજનક લાગ્યું કે એફઆઈઆરમાં ફક્ત છ વ્યક્તિઓના નામ હતા. "કમિશનરે ક્યા આધારે નિવેદન આપ્યું છે કે રેલીમાં ફક્ત છ વ્યક્તિઓ જ હતા કે જેઓ માસ્ક પહેરેલા નહોતા ?. હજારોની રેલીમાં તે કહેવા માટે ચોક્કસ છે કે ફક્ત છ વ્યક્તિઓ માસ્ક પહેર્યુ ન હતું. શું કોઈ આ વાત માની શકે? ", મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું. તેનો જવાબ આપતાં એડવોકેટ જનરલ પ્રભુલિંગ કે નવડગીએ કોર્ટને જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ 14 જૂને આયોજકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : GMDCમાં બનાવવામાં આવેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નિરીક્ષણ કર્યું