- કોરોના (Corona)મહામારીના કારણે મહિલાઓના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર અસર
- હોર્મોનલ સમસ્યાઓને લઇને જોવા મળી રહી છે કેટલીક બાબતો
- ETV Bharat Sukhibhav દ્વારા વિષય નિષ્ણાત ડૉ. મંજુલા અનાગાનીનું માર્ગદર્શન
ન્યૂઝ ડેસ્ક: કોરોનાની (Corona) અસર સીધી અને પરોક્ષ બંને રીતે મહિલાઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડી છે. ખાસ કરીને કોરોના સંક્રમણનો ભોગ બનેલી મહિલાઓના માસિક ચક્રમાં (Menstrual cycle) વિવિધ સમસ્યાઓ (Hormonal Imbalance in Women) અને ફેરફારો જોવા મળ્યાં છે. મહિલાઓના સ્વાસ્થ્ય પર કોરોનાના પ્રભાવ વિશે વધુ જાણવા ETV BharatSukhibhav દ્વારા કેર હોસ્પિટલ હૈદરાબાદના ક્લિનિકલ ડિરેક્ટર અને સ્ત્રીરોગ વિભાગના વડા પદ્મશ્રી ડો. મંજુલા અનાગાની સાથે વિશેષ વાતચીત કરી હતી.
કોરોનાથી મહિલાઓના માસિક ચક્ર પર અસર
ડો. મંજુલા કહે છે કે કોરોનાને કારણે સ્ત્રીઓના આંતરસ્ત્રાવીય સ્વાસ્થ્ય અને માસિક ચક્ર પર (Hormonal Imbalance in Women) ઘણી અસર થઈ છે. કોરોનાને (Corona) કારણે શરીરના વિવિધ ભાગોમાં થતાં સોજાની હોર્મોન્સની માત્રા અને ગુણવત્તાને અસર થાય છે. ડોકટરોના ધ્યાનમાં આવતા મોટાભાગના કેસોમાં બે તબક્કા સૌથી વધુ દેખાય છે.
નોંધપાત્ર છે કે સામાન્યતઃ કોવિડ19ની સારવાર દરમિયાન દર્દીઓને લોહી પાતળું કરવાની દવાઓ આપવામાં આવે છે. આ દવાઓની અસરને કારણે, સ્ત્રીઓ માસિક સ્રાવમાં અસામાન્યતા (Hormonal Imbalance in Women) સર્જાઈ રહી છે, જેમ કે માસિક ચક્રમાં (Menstrual cycle) બેથી ત્રણ ચક્રમાં વધુ રક્તસ્રાવ થવો. આ એક હંગામી સ્થિતિ છે જે સામાન્ય રીતે 6 મહિનાથી 1 વર્ષમાં સામાન્ય થઈ જાય છે. કોવિડ -19 પ્રતિરોધક રસી લેવામાં આવ્યાં પછી પણ સ્ત્રીઓના માસિક ચક્રમાં કેટલાક ફેરફારો જોવા મળે છે. જો કે તે પણ કાયમી નથી અને થોડા સમયમાં સ્વસ્થ થઈ જાય છે.
સેનેટરી નેપકિનનો નિકાલ
ડો. મંજુલાએ કહ્યું કે શરીરની રોગપ્રતિકારક શક્તિ માસિક સ્રાવ (Menstrual cycle) દરમિયાન થતાં રક્તસ્ત્રાવને અસર કરતું નથી. ઉપયોગમાં લેવાતા સેનિટરી નેપકિન્સ એટલે કે પેડ્સને સંક્રમણ ફેલાવતાં પરિબળોમાં ગણવામાં આવતાં નથી. કારણ કે કોવિડ -19 રક્ત સંક્રમણ અથવા લોહી દ્વારા ફેલાતો રોગ. પરંતુ તે એક ડ્રોપલેટ સંક્રમણ છે જે ચેપગ્રસ્ત વ્યક્તિની ખાંસી અથવા છીંક દ્વારા ફેલાય છે. તેથી, આવી સ્થિતિમાં મહિલાઓ વપરાયેલા સેનિટરી નેપકિન્સનો નિકાલ સામાન્ય સ્થિતિમાં કરે તે જ રીતે કરી શકે છે.
આ પણ વાંચોઃ શું માનસિક રોગ માત્ર સ્ત્રીઓને જ થાય છે ? વાંચો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે
મહિલાઓમાં વધી રહેલો ડર અને મેદસ્વિતા
ડો. મંજુલા કહે છે કે કોરોનાકાળમાં મોટાભાગની મહિલાઓે ઘરબહાર જવા પર કોરોના થવાનો ડર અછવા તો વેક્સીન લગાવાયાંથી થતી સમસ્યા થશે એવા કેટલાક ડરનો અજાણતાં જ શિકાર બની રહી છે. આટલું જ નહીં, સંક્રમણને લીધે, લોકડાઉનમાં મોટાભાગની મહિલાઓની ખાવાની ટેવ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. વર્ક ફર્મ હોમને લીધે વધેલા કામના વધારાના દબાણને કારણે દિનચર્યાને પણ અસર થઈ છે. નિયમિત રીતે શિથિલતા અને શિસ્તનો અભાવ સ્ત્રીઓમાં સ્થૂળતા જેવી સમસ્યાઓના સ્વરૂપમાં દેખાય છે. મેદસ્વીપણા અને હોર્મોનલ અસંતુલનને (Hormonal Imbalance in Women) કારણે મહિલાઓમાં પણ પીસીઓએસ જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. એટલું જ નહીં જે મહિલાઓ આ સમસ્યા સાથે પહેલેથી જ સંઘર્ષ કરી રહી છે તેમને હાલના સંજોગો વધુ ગંભીર બનાવી રહી છે.
હોસ્પિટલ જવું સુરક્ષિત છે