ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કૉવિડ-19 રસી: ભ્રમ અને વાસ્તવિકતા - Myths and facts

એ વાત સત્ય છે કે કૉવિડ-19 વિરોધી મોટા ભાગની રસીઓ પ્રમાણમાં ખૂબ જ ત્વરિત ગતિએ વિકસાવવામાં આવી છે. પરંતુ તેનો અર્થ એ નથી થતો કે સુરક્ષા અને પરીક્ષણોના સ્થાપિત નિયમોને અવગણવામાં આવ્યા છે. કોઈ પણ સંજોગોમાં રસીના મેન્યુફૅક્ચરરોએ સ્થાપિત વિકાસ પ્રક્રિયાને અનુસરવી જ પડે. રસીઓ સુરક્ષિત અને અસરકારક છે તે સાબિત કરવા માટે તેમને દવાખાનાનાં સઘન પરીક્ષણોમાંથી પસાર થવું જ પડે. તાત્કાલિક વપરાશ અધિકૃતતા માટે અનુમતિ (ઇયુએ) માટે પણ આ સાચું છે.

કૉવિડ-19 રસી ભ્રમ અને વાસ્તવિકતા
કૉવિડ-19 રસી ભ્રમ અને વાસ્તવિકતા

By

Published : Dec 30, 2020, 6:07 PM IST

Updated : Dec 31, 2020, 1:16 PM IST

કૉવિડ-19 રસી: ભ્રમ અને વાસ્તવિકતા

ભ્રમ : રસી ઝડપથી બનાવાઈ છે અને તેથી સુરક્ષિત નથી

વાસ્તવિકતા: એ વાત સત્ય છે કે કૉવિડ-૧૯ વિરોધી મોટા ભાગની રસીઓ પ્રમાણમાં ખૂબ જ ત્વરિત ગતિએ વિકસાવવામાં આવી છે. પરંતુ તેનો અર્થ એ નથી થતો કે સુરક્ષા અને પરીક્ષણોના સ્થાપિત નિયમોને અવગણવામાં આવ્યા છે. કોઈ પણ સંજોગોમાં રસીના મેન્યુફૅક્ચરરોએ સ્થાપિત વિકાસ પ્રક્રિયાને અનુસરવી જ પડે. રસીઓ સુરક્ષિત અને અસરકારક છે તે સાબિત કરવા માટે તેમને દવાખાનાનાં સઘન પરીક્ષણોમાંથી પસાર થવું જ પડે. તાત્કાલિક વપરાશ અધિકૃતતા માટે અનુમતિ (ઇયુએ) માટે પણ આ સાચું છે.

ભ્રમ : રસીથી તમને કૉવિડ-19નો ચેપ લાગી શકે છે

વાસ્તવિકતા: બીજી બધી રસીઓની જેમ, એક સુરક્ષિત અને અસરકારક કૉવિડ-૧૯ રસી ચેપની નકલ કરીને રોગપ્રતિકારકતા વિકસાવવામાં મદદ કરશે. જોકે, તેનાથી ‘વાસ્તવિક’ ચેપ અથવા બીમારી લાગવાની શક્યતા નથી. કૉવિડ-૧૯ રસી આપણી રોગપ્રતિકારક પ્રણાલિઓને ચેપ લગાડતા સાર્સ-કૉવ-૨ને ઓળખતા અને તેની સામે લડતા શીખવશે. જોકે એ નોંધવું અગત્યનું છે કે આપણું શરીર કૉવિડ-૧૯ રસી મેળવ્યા પછી રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં કેટલોક સમય લેશે.

ભ્રમ: mRNA રસી તમારા કુદરતી ડીએનએ માળખામાં ફેરફાર કરી શકે

વાસ્તવકિતા: કૉવિડ-૧૯ની રસીઓ પૈકીની કેટલીક એમઆરએનએ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને વિકસાવાઈ રહી છે. આવી રસીઓ સાર્સ-કૉવ-૨ વાઇરસની સપાટી પર હાજર હોય તે પ્રોટીનને સર્જીને શરીરને મદદ કરવા વાઇરસની જનીનિક સામગ્રીના એક ઘટકનો ઉપયોગ કરે છે. તેનાથી રોગપ્રતિકારક પ્રણાલિને પ્રૉટીનને ઓળખવામાં અને તેની સામે લડવા માટે એન્ટીબૉડી બનાવવામાં મદદ મળે છે. જોકે એમઆરએનએ એ ડીએનએ જેવું નથી. તબીબી સંશોધકો અનુસાર, એમઆરએનએ માનવના ડીએનએના માળખા કે તેના જનીનિક સંકેતમાં બદલાવ કરવા માટે ડીએનએ સાથે જોડાઈ શકે તેમ નથી.

ભ્રમ: રસીથી તમને ગંભીર પ્રતિક્રિયા આવી શકે છે

વાસ્તવિકતા: રસીથી માથાનો દુઃખાવો, ઠંડી, સ્નાયુનો દુઃખાવો, થાક અથવા તાવ જેવી ટૂંકા ગાળાની હળવી અથવા મધ્યમ પ્રતિક્રિયાઓ આવી શકે છે. ટૂંકા ગાળાની પ્રતિક્રિયાઓ સામાન્ય છે અને કોઈ જટિલતા કે ઈજા સર્જ્યા વગર એક કે બે દિવસમાં તેની મેળે જ તેનું સામાન્ય રીતે શમન થઈ જાય છે. તબીબી સંશોધકો અનુસાર, એક સુરક્ષિત અને અસરકારક કૉવિડ-૧૯ રસી અન્ય રીતે તંદુરસ્ત લોકોમાં ગંભીર પ્રતિક્રિયા સર્જે તેવી શક્યતા નથી. યુકેમાં કૉવિડ-૧૯ રસીથી કેટલાક લોકોમાં એલર્જિક પ્રતિક્રિયાઓ વિકસી હોવાના છુટાછવાયા અહેવાલો છે અને તેની તપાસ થઈ રહી છે.

ભ્રમ : રસીથી માનવમાં નપુંસકતા/વાંઝિયાપણું (બિનફળદ્રુપતા) આવી શકે છે

વાસ્તવિકતા: તાજેતરમાં, એવી અફવાઓ હતી કે ચોક્કસ કંપનીઓ દ્વારા વિકસાવાઈ રહેલી કૉવિડ-૧૯ રસીથી સ્ત્રીઓમાં બિનફળદ્રુપતા (વાંઝિયાપણું) આવી શકે છે. એવો ખોટો આક્ષેપ છે કે રસીમાં સ્પાઇક પ્રૉટીન જેનું નામ સિન્સાઇટીન-૧ છે જે મહિલાઓમાં વંધ્યીકરણ કરે છે, તે રહેલો છે. તબીબી સંશોધકો અનુસાર કૉવિડ-૧૯ રસીથી સ્ત્રી કે પુરુષમાં નપુંસકતા આવે તેવું સૂચવતા કોઈ પુરાવા નથી.

ભ્રમ : રસી દ્વારા તમારા શરીરમાં ચિપ દાખલ કરાય છે

વાસ્તવિકતા: અનેક ષડયંત્ર થિયરીઓ એવો આક્ષેપ કરે છે કે ચોક્કસ વ્યક્તિઓ અને સરકારો રસીનો ઉપયોગ કરીને જાસૂસી અને અન્ય હેતુઓ માટે લોકોમાં માઇક્રૉચિપ દાખલ કરશે. વર્તમાનમાં, રસીમાં માઇક્રૉચિપ કે અન્ય કોઈ પણ આ પ્રકારની ભાળ રાખતી રચના દાખલ કરવી અસંભવ છે. તાજેતરમાં ફાર્મસી ક્ષેત્રની એક મોટી કંપનીએ આવી અફવાઓને શાંત પાડવા અને માઇક્રૉચિપ કે તેને મળતી આવતી કોઈ વસ્તુ નથી તે દર્શાવવા તેની કૉવિડ-૧૯ રસીના મેન્યુફૅક્ચરિંગમાં વપરાતા ઘટકોની યાદી જાહેર કરી હતી.

ભ્રમ: કોરોના વાઇરસના ચેપ મારફતે રોગપ્રતિકારક શક્તિ મળે છે તે વધુ સારી છે

વાસ્તવિકતા: કેટલાક લોકો માને છે કે કુદરતી ચેપ દ્વારા જે રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત થાય છે તે રસી દ્વારા અપાતી રોગપ્રતિકારક શક્તિ કરતાં વધુ સારી હોય છે. આ સાચું નથી. કુદરતી ચેપ એક ચોક્કસ હદ સુધી જ રોગપ્રતિકારક શક્તિ આપે છે. તે પૂર્ણ સુરક્ષા નથી આપતો. લોકોને કૉવિડ-૧૯ બે વાર થયો હોવાના નોંધાયેલા કેસ છે. બીજી તરફ, કૉવિડ-૧૯ની રસી વધુ મજબૂત સુરક્ષા આપવા અને વારંવાર ચેપનું જોખમ ઘટાડવા માટે સક્ષમ હશે. કુદરતી ચેપથી વિરુદ્ધ રસીથી જીવનું જોખમ ઊભું નહીં થાય કે જીવલેણ જટિલતા સર્જાશે નહીં.

ભ્રમ: મને કૉવિડ હતો, તો તેનો અર્થ એ થયો કે મને રસીની આવશ્યકતા નથી. અને ગમે તેમ, કૉવિડ-૧૯ થાય તેની સાથે કુદરતી જે રોગપ્રતિકારક શક્તિ આવે છે તે રસીની રોગપ્રતિકારક શક્તિ કરતાં વધુ સારી હોય છે.

વાસ્તવિકતા: મોટા ભાગના ચેપ સાથે, કુદરતી રોગપ્રતિકારક શક્તિ એ ખરેખર રસીથી મળતી રોગપ્રતિકારક શક્તિ કરતાં વધુ સારી હોય છે. પરંતુ કૉવિડ અપવાદ હોઈ શકે છે. આ સાચું છે કે નહીં તે નક્કી કરવા વધુ સંશોધન આવશ્યક છે, પરંતુ એવું નથી લાગતું કે કૉવિડથી આજીવન રોગપ્રતિકારકાતા આવે છે. અને આથી જ કૉવિડનો અગાઉનો ઇતિહાસ રસી મેળવવાની વિરુદ્ધ સૂચવતો નથી અને રસી પહેલાં લોકોની તપાસ શા માટે નહીં કરાય તે કહેતો નથી. જોકે અનેક મહિનાઓ સુધી રસીનો પૂરવઠો ઓછો હશે તે જોતાં, હું અવશ્ય ભલામણ કરીશ કે જો તમને કૉવિડ હતો તો તમારે બીજાને પહેલાં રસી મળી જાય ત્યાં સુધી રસી મેળવવામાં રાહ જોવી જોઈએ.

ભ્રમ:જો મારી આસપાસની દરેક વ્યક્તિ રસી લગાવી લેશે તો મારે તેની આવશ્યકતા નથી કારણકે મને સમૂહની રોગપ્રતિકારક શક્તિથી ફાયદો થશે.

વાસ્તવિકતા :આપણે હજુ સમૂહની રોગપ્રતિકારક શક્તિથી ઘણા દૂર છીએ. તેના માટે એક વર્ષથી લઈને દોઢ વર્ષ લાગી શકે છે. આ દેશમાં અત્યારે લગભગ ૩,૦૦૦ લોકો એક દિવસમાં કૉવિડથી મૃત્યુ પામી રહ્યા છે. આથી, સામૂહિક રોગપ્રતિકારક શક્તિની રાહ જોવું દરેકના હિતમાં નથી.

ભ્રમ:જે લોકોને તીવ્ર એલર્જી છે તેવા લોકોનેકૉવિડ-૧૯ રસી લગાવવાની ભલામણ કરાતી નથી

વાસ્તવિકતા:બધી રસીઓ એલર્જીથી થતી પ્રતિક્રિયા સર્જી શકે છે અને આ રસી પણ અપવાદ નથી. રસીથી એલર્જિક પ્રતિક્રિયા ભાગ્યે જ થતી હોય તેમ લાગે છે, પરંતુ જેમ જેમ વધુ ને વધુ લોકોને રસી અપાશે તેમ તેમ વધુ માહિતી વધુ સ્પષ્ટતા આપવામાં મદદ કરશે. એલર્જીનો ઇતિહાસ હોવો તે રસી મેળવવાથી વિરુદ્ધ સૂચવતો નથી, જે લોકોને તીવ્ર એલર્જિક રિએક્શનનો ઇતિહાસ હોય તેમણે ફિઝિશિયન સાથે ચર્ચા કરી લેવી જોઈએ.

Last Updated : Dec 31, 2020, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details