ગુજરાત

gujarat

CBSE બોર્ડની પરીક્ષાને લઈને વડાપ્રધાન મોદીએ બેઠક બોલાવી, શિક્ષણ પ્રધાન પણ રહેશે હાજર

By

Published : Apr 14, 2021, 12:28 PM IST

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને CBSE બોર્ડની મે માસમાં યોજાનારી 10 અને 12માં ધોરણની પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

CBSE બોર્ડની પરીક્ષાને લઈને વડાપ્રધાન મોદીએ બેઠક બોલાવી, શિક્ષણ પ્રધાન પણ રહેશે હાજર
CBSE બોર્ડની પરીક્ષાને લઈને વડાપ્રધાન મોદીએ બેઠક બોલાવી, શિક્ષણ પ્રધાન પણ રહેશે હાજર

  • આજે બુધવારે બપોરે 12 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક કરાશે
  • શિક્ષણ પ્રધાન સહિત અન્ય અધિકારીઓ પણ હાજર રહેશે
  • રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ CBSEની પરીક્ષા રદ કરવાની માંગ કરી

નવી દિલ્હી: CBSE બોર્ડની પરીક્ષાને લઈને વડાપ્રધાન મોદી આજે બુધવારે બપોરે 12 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક કરવામાં આવશે. આ બેઠકમાં શિક્ષણ પ્રધાન સહિત અન્ય અધિકારીઓ પણ હાજરી આપશે. તમને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને CBSE બોર્ડની મે માસમાં યોજાનારી 10 અને 12માં ધોરણની પરીક્ષા રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલે CBSE બોર્ડની પરીક્ષા મુલતવી રાખવા રજૂઆત કરી

બેઠક બપોરે 12 વાગ્યે મળશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક આજે બપોરે 12 વાગ્યે મળશે. આ બેઠકમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંક, કેન્દ્રીય શિક્ષણ સચિવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિતના અનેક નેતાઓએ કોરોના વાઇરસના સંક્રમણના વધતા જતા જોખમોને ધ્યાનમાં રાખીને CBSEની પરીક્ષા રદ કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો:પરીક્ષા રદ કરવાની વિદ્યાર્થીઓની માગને સોનુ સુદે સમર્થન આપ્યું

ABOUT THE AUTHOR

...view details