- ગત બે દિવસમાં કોરોના કેસના રિપોર્ટમાં ઘટાડો : આરોગ્ય મંત્રાલય
- 26 રાજ્યોમાં રિકવરી રેટ દર 15 ટકા
- ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો
નવી દિલ્હી : આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભારતમાં છેલ્લા બે દિવસમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, 26 રાજ્યોમાં રિકવરી દર 15 ટકા છે. જેમાં આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવામાં આવ્યું હતું કે, કોરોનાના કેસમાં ઘટાડાની સાથે કેટલાક રાજ્યોમાં કોરોના કેસમાં વધારો થવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા છે.
આ પણ વાંચો -કોવિડ -19 રસીકરણમાં ભારતે 5 કરોડનો 'માઇલસ્ટોન' પાર કર્યો છે
17 રાજ્યો એવા છે જ્યાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ
દેશમાં 13 રાજ્યો એવા છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. 6 રાજ્યોમાં 50,000 થી 1 લાખની વચ્ચે એક્ટિવ કેસ છે. જ્યારે 17 રાજ્યો એવા છે જ્યાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. સરકારે કહ્યું છે કે, ચાર રાજ્યોમાં રિકવરી રેટ 5 ટકાથી ઓછો છે. ગોવા, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં રિકવરી રેટ સૌથી વધુ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે.