- જુલાઈમાં ફરી એકવાર કોરોનાના કેસો ધીરે ધીરે વેગ પકડતા જાય છે
- બુધવારે દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે
- રિકવરી રેટ વધીને 97.18 ટકા થઇ ગયો છે
નવી દિલ્હીઃ વિશ્વના અન્ય ઘણા દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેરે (second wave of corona) કહેર વર્તાવ્યો છે, પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણ (Infection) આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે, પરંતુ જુલાઈમાં ફરી એકવાર કોરોનાના કેસો ધીરે ધીરે વેગ પકડતા જાય છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 65 કેસ, એક પણ દર્દીનું મુત્યુ નહીં
કોરોનાની ત્રીજી લહેરના ગંભીર સ્વરૂપો આવ્યા સામે
કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે રાજધાની દિલ્હી સહિત પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ અને ગુજરાતમાં કોરોનાના ગંભીર સ્વરૂપો જોવા મળી આવ્યા છે, જે કોરોના સંક્રમણને ઝડપથી વધારી શકે છે.
દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,60,704 છે
ભારતમાં કોરોનાના 45,892 નવા કેસ આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3,07,09,557 થઇ છે. 817 નવા મૃત્યુ બાદ કુલ મૃત્યુઆંક 4,05,028 થઇ ગયો છે. 44,291 નવા ડિસ્ચાર્જ બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,98,43,825 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,60,704 છે.