ન્યુઝ ડેસ્ક: બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38,353 કેસો નોંધાયા છે અને 497 લોકોના મૃત્યુ થયા છે. ભારતના કેસોની સંખ્યા 32,036,511 અને મૃત્યુઆંક 4,29,179 પર પહોંચ્યો છે. મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રીય કોવિડ -19 રિકવરી રેટ વધીને 97.45 ટકા થયો છે.
India Corona: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,353 કેસ નોંધયા - છેલ્લા24 કલાકના કેસ
બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 38,353 કોવિડ -19 કેસ નોંધાયા છે અને 497 લોકોના કોરોના દ્વારા મૃત્યુ થયા છે. ભારતના કેસોની સંખ્યા વધીને 32,036,511 થઈ છે જ્યારે મૃત્યુઆંક 4,29,179 પર પહોંચ્યો છે. હાલમાં દેશમાં 3,86,351 સક્રિય કોરોના કેસ છે.
India Corona: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38,353 કેસ નોંધયા
હાલમાં એક્ટીવ કેસ 3,86,351 પર છે, જે 140 દિવસમાં સૌથી ઓછો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, 9 ઓગસ્ટ સુધી કુલ 48,50,56,507 નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી સોમવારે 17,77,962 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડેટા મુજબ, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 53.24 કરોડથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી, મેડિકલ વેસ્ટ સહિત કુલ વપરાશ 51,56,11,035 ડોઝ છે.