ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાએ એક જ દિવસમાં તોડ્યો મૃત્યુ રેકોર્ડ, 4529 મોત, 2.67 લાખ નવા કેસ

દેશમાં કોરોના વાઇરસનો કહેર હજુ ચાલુ છે. બીજી લહેર દરમિયાન કોરોના વાઇરસના રેકોર્ડ્સ કેસ નોંધાયા હતા. પરંતુ હવે ત્રણ દિવસથી કોવિડ-19ના દૈનિક કેસો ત્રણ લાખથી પણ નીચે આવી રહ્યા છે. જો કે, બુધવારે જાહેર કરાયેલા આંકડામાં થોડો વધારો થયો હતો. પરંતુ કોરોનાથી થતાં મૃત્યુએ આ સમયગાળા દરમિયાન તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી સંક્રમિત 4529 દર્દીઓના મોત નીપજ્યાં છે.

કોરોનાએ એક જ દિવસમાં તોડ્યો મૃત્યુ રેકોર્ડ, 4529 મોત, 2.67 લાખ નવા કેસ
કોરોનાએ એક જ દિવસમાં તોડ્યો મૃત્યુ રેકોર્ડ, 4529 મોત, 2.67 લાખ નવા કેસ

By

Published : May 19, 2021, 12:27 PM IST

Updated : May 19, 2021, 1:20 PM IST

  • છેલ્લા 24 કલાકમાં દેશમાં 4,529 કોરોનાના દર્દીઓ મૃત્યુ પામ્યા છે
  • કોવિડ-19માં મૃત્યુ પામેલા લોકોમાંનો સૌથી વધુ આંકડો છે
  • 4,329 નવા મૃત્યુ પછી કુલ મૃત્યુની સંખ્યા 2,78,719 હતી

ન્યુ દિલ્હી: ભારતમાં કોરોના મહામારી બંધ થવાનું નામ નથી લઇ રહી. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4,529 કોરોનાના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જે એક દિવસમાં ભારતમાં કોવિડ-19માં મૃત્યુ પામેલા લોકોમાંનો સૌથી વધુ આંકડો છે. તે જ સમયે, 2.67 લાખ નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 6,447 પોઝિટિવ આવ્યા, 9,557 દર્દી કોરોનાનો માત આપી, 67 દર્દીના થયા મૃત્યુ

કોરોના સંક્રમણથી કુલ 2,67,533 નવા કેસ નોંધાયા છે

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, આજે (બુધવારે) જારી કરવામાં આવેલા આંકડાને ધ્યાનમાં રાખીને ભારતમાં 24 કલાકની અંદર કોવિડથી 4,529 લોકોના મોત નીપજ્યાં, જે અત્યાર સુધીના સૌથી વધુ છે. તે જ સમયગાળા દરમિયાન, કોરોના સંક્રમણથી કુલ 2,67,533 નવા કેસ નોંધાયા છે.

મંગળવારે દેશમાં 2,63,533 લાખ કેસ નોંધાયા હતા

તે જ સમયે મંગળવારે દેશમાં 2,63,533 લાખ કેસ નોંધાયા હતા. જે 21એપ્રિલ પછીનો સૌથી ઓછો હતો. આ સાથે 4,329 નવા મૃત્યુ પછી કુલ મૃત્યુની સંખ્યા 2,78,719 હતી. આ દરમિયાન, 4,22,436 નવા ડિસ્ચાર્જ પછી કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,15,96,512 હતી. ગઈકાલ સુધી દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 33,53,765 હતી.

7મેના રોજ દેશમાં અત્યારસુધીના વધુ 4,14,188 કેસ નોંધાયા હતા

મંગળવાર સુધીમાં કોરોના વાઇરસની 15,10,418 રસી મૂકવામાં આવી હતી, ત્યારબાદ કુલ રસીકરણનો આંકડો 18,44,53,149 થઇ ગયો હતો. આ દરમિયાન 17મેના રોજ કોવિડના કેસ પહેલીવાર ત્રણ લાખથી નીચે આવ્યા હતી. 7મેના રોજ દેશમાં અત્યારસુધીના વધુ 4,14,188 કેસ નોંધાયા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મોત થયા છે. ગયા અઠવાડિયે નોંધાયેલા સૌથી વધુ કેસોને ધ્યાનમાં રાખીને પશ્ચિમી રાજ્ય કર્ણાટકથી આગળ છે

ભારતમાં કોરોનાથી અત્યારસુધી 2,83,248 લોકોના મોત નીપજ્યાં છે

ભારતમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યા હવે 2,54,96,330 છે, જેમાંથી 32,26,719 સક્રિય કેસ છે. કોરોનાથી અત્યારસુધી 2,83,248 લોકોના મોત નીપજ્યાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 18,58,09,302 લોકોને રસી આપવામાં આવી છે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 18,58,09,302 લોકોને રસી આપવામાં આવી છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 13,12,155 રસી લેવામાં આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ અનુસાર, કોવિડ-19 માટે 18મે સુધીમાં 32,03,01,177 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 20,08,296 નમૂનાઓનું મંગળવારે પરીક્ષણ કરાયું હતું.

દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 32,26,719 છે

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ, વીજળીના નિકાલ અને નેટવર્ક સમસ્યાઓના કારણે, આજે સમગ્ર જિલ્લામાં કોરોના રસીકરણ નહીં થાય. ભારતમાં કોરોનાના 2,67,334 નવા કેસ આવ્યા પછી, પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,54,96,330 હતી. 4529 નવી મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 2,83,248 થઈ ગઈ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 32,26,719 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસની કુલ સંખ્યા 2,19,86,363 છે.

ભોપાલમાં 24મે સુધી કોરોના કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે

મધ્યપ્રદેશમાં કોરોના વાઇરસના વધતા જતા કેસોને જોતા ભોપાલમાં 24મે સુધી કોરોના કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસકર્મીઓ વાહનોની તપાસ કરતા જોવા મળ્યા હતા.

70-75 વર્ષના દર્દીઓ હતા અને કેટલાકને પહેલાથી ગંભીર બીમારીઓ હતી

ઉત્તર પ્રદેશના બાગપતના લમ્બ ગામમાં લોકોના મોતને જોતા ઘરે-ઘરે તપાસ કરવા માટે એક ટીમ ગોઠવવામાં આવી છે. CHC અધિક્ષકે જણાવ્યું હતું કે, તે કહેવું ખોટું છે કે દરેકનું મોત કોરોનાથી થયું છે. આ 70-75 વર્ષના દર્દીઓ હતા અને કેટલાકને પહેલા ગંભીર બીમારીઓ હતી. તાવના કારણે 1-2 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

ભારતમાં કોરોના વાઇરસ માટે કુલ 32,03,01,177 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા

ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ મુજબ ભારતમાં કોરોના વાઇરસ માટે કુલ 32,03,01,177 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 20,08,296 સેમ્પલ ગઇ કાલે ટેસ્ટ કરાયા હતા.

પૂર્વ બંગાળના પૂર્વ મુખ્યપ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય કોરોના વાઇરસથી થયા સંક્રમિત

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યપ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને ડોક્ટરોની સલાહથી ઘરમાં જ ક્વોરન્ટાઇન થયા હતા. સ્વાસ્થ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, 77 વર્ષિય ભટ્ટાચાર્યની પત્નિ મીરા પણ સંક્રમિત થઇ છે અને તેમને મંગળવારે સાંજે શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુખ્યપ્રધાન પોતાના ઘરે ડોક્ટરના નિરક્ષણ હેઠળ છે

સૂત્રોએ મંગળવારે કહ્યું હતું કે, બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, તેમની પત્નિ અને તેમના પક્ષપાતિના નમૂના લેવામાં આવ્યા હતા ત્યારે તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મેડિકલ વોર્ડે મીરા ભટ્ટાચાર્યની હોસ્પિટલમાં દાખલ થવાની જાહેરાત કરી છે. સૂત્રએ જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યપ્રધાન પોતાના ઘરે ડોક્ટરના નિરક્ષણ હેઠળ છે.

કેરળના ચાર જિલ્લામાં પોઝિટિવિટી રેટ વધુ છે

કેરળના ચાર જિલ્લાઓમાં તિરુવનંતપુરમ, ત્રિશૂર અને મલ્લપુરમમાં ત્રિપલ લોકડાઉન લાગૂ છે. આ ચાર જિલ્લામાં પોઝિટિવિટી રેટ વધુ છે.

મિઝોરમમાં છેલ્લા 24 ક્લાકમાં કોરોનાના 184 નવા કેસ નોંધાયા હતા

મિઝોરમ માહિતી અને જનસંપર્ક વિભાગના જણાવ્યા અનુસાર, મિઝોરમમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 184 નવા કેસ નોંધાયા હતા અને કેટલાક લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોઝિટિવ કેસની કુલ સંખ્યા હવે 9,252 છે, જેમાં 2,129 સક્રિય કેસ, 7,094 ડિસ્ચાર્જ કેસ અને 29 મૃત્યુનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડ સરકારે મ્યુકરમાઇકોસીસના ઉપચાર માટે એન્ટિ ફંગલ ડ્રગ અને એમ્ફોટેરિસિન-બી માટે SOP જાહેર કરવામાં આવ્યું છે.

હોસ્પિટલમાં ગેટનું બાંધકામ ન કરવાના કારણે પ્રાણીઓ ઘણીવાર અંદર આવી જાય છે

જમ્મુ-કાશ્મીરના એક વાયરલ વીડિયોમાં રામબન વિસ્તારની જિલ્લા હોસ્પિટલની અંદર ગાય ફરતી જોવા મળી રહી છે. આ સમય દરમિયાન, હોસ્પિટલ સ્ટાફ, અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓ ત્યાં હાજર ન હતા. જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ રામબને આ કેસની તપાસના આદેશ આપ્યા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, હોસ્પિટલમાં હાલ બાંધકામનું કામ ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં ગેટનું બાંધકામ ન કરવાના કારણે પ્રાણીઓ ઘણીવાર હોસ્પિટલની અંદર આવી જાય છે.

તેલંગાણામાં લોકડાઉન 30મે સુધી વધારવામાં આવ્યું

તેલંગાણામાં લોકડાઉન 30મે સુધી વધારવામાં આવ્યું છે. દરરોજ સવારે 6થી 10ના સમયગાળા દરમિયાન બધી પ્રવૃત્તિઓની અનુમતિ આપવામાં આવી છે.

રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબાજારી

મધ્યપ્રદેશના ઇન્દોરમાં પોલીસે રેમડેસીવીરના ઇન્જેકશનના બ્લેક માર્કેટિંગના આરોપમાં એક ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમને ખબર પડી છે કે, એક વ્યક્તિ વ્હોટ્સએપ દ્વારા ઈન્જેક્શન વેચે છે. તે 15,000 રૂપિયામાં ઈન્જેક્શન વેચતો હતો. તેની પાસેથી બે ઈન્જેક્શન મળી આવ્યા છે.

મેડિકલ કોલેજોમાં બ્લેક ફંગસ માટે 20-20 બેડના વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે

હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજના જણાવ્યા અનુસાર, તમામ મેડિકલ કોલેજોમાં બ્લેક ફંગસ માટે 20-20 બેડના વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. તમામ સિવિલ હોસ્પિટલોને કહેવામાં આવ્યું છે કે, જો તેમને બ્લેક ફંગસનો કોઈ પણ કેસ આવે છે, તો તેઓએ તેને મેડિકલ કોલેજમાં મોકલવા જોઈએ, જ્યાં બ્લેક ફંગસની તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃકોરોનાના નવા 2,338 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે

કોરોના હરિયાણાના ગામમાં પ્રવેશ કરી ચૂક્યો છે

હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હૂડ્ડાના જણાવ્યા મુજબ, કોરોના હરિયાણાના ગામમાં પ્રવેશ કરી ચૂક્યો છે. પરંતુ હજી સુધી રાજ્યમાં કોરોનાનું માળખાગત સુવિધા તૈયાર કરાઇ નથી. કોરોનાની જે રીતે તૈયારી થવી જોઈએ, તે રીતે તૈયારી કરવામાં આવી નહોતી. રાજ્ય સરકાર નિષ્ફળ સાબિત થઈ છે.

Last Updated : May 19, 2021, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details