- દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 24,19,907 છે
- પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,73,69,093 થઇ હતી
- કોરોનાની પ્રથમ લહેરમાં આવા કોઇ ફંગસના કેસ નોંધાયા ન હતા
ન્યુ દિલ્હી: ભારતમાં કોરોનાના 2,11,298 નવા કેસ આવ્યા પછી,પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,73,69,093 થઇ છે. 3,847 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા 3,15,235 થઈ ગઈ છે. 2,83,135 નવા ડિસ્ચાર્જ પછી, કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,46,33,951 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 24,19,907 છે.
આ પણ વાંચોઃકોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.08 લાખ કેસ, 4,157 મોત, જાણો રાજ્યની સ્થિતિ
કુલ રસીકરણનો આંકડો 20,26,95,874 થયો છે
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની 18,85,805 રસી મૂકવામાં આવી છે, જે પછી કુલ રસીકરણનો આંકડો 20,26,95,874 થયો છે.
બુધવારે ભારતમાં કોરોના વાઇરસના 21,57,857 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)અનુસાર, ગઈકાલે બુધવારે ભારતમાં કોરોના વાઇરસ માટે 21,57,857 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ગઈકાલ બુધવાર સુધીમાં કુલ 33,69,69,353 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.
દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં સક્રિય કેસની કુલ સંખ્યા 24,95,591 હતી
26મે સુધી દેશભરમાં કોરોનાના 2,08,921 નવા કેસના આગમન પછી પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2,71,57,795 હતી. 4,157 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા 3,11,388 થઈ ગઈ હતી. 2,95,955 નવા ડિસ્ચાર્જ પછી કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,43,50,816 થઇ. દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં સક્રિય કેસની કુલ સંખ્યા 24,95,591 હતી.
બીજી લહેરમાં ફંગસના કેસ કેમ આવી રહ્યા છે સામે
કોરોનાની પ્રથમ લહેરમાં આવા કોઇ ફંગસના કેસ નોંધાયા ન હતા, પરંતુ આ વખતે ફંગસ રોગની ફરિયાદ આવવાના સવાલ પર ડો.મોહનીશ ગ્રોવરે કહ્યું હતું કે, હાલ તેની પર ગંભીર સંશોધન ચાલી રહ્યું છે. પરંતુ હજી સુધી જે તથ્યો બહાર આવ્યા છે, તેમના મતે, પ્રથમ સ્ટ્રેન અને બીજી સ્ટ્રેન વચ્ચે તફાવત છે.
આ પણ વાંચોઃકોરોના અપડેટ: 24 કલાકમાં 2 લાખથી ઓછા નવા કેસો, 3,511 લોકોનાં મોત, જાણો રાજ્યોની સ્થિતિ
બીજી લહેરમાં ઘણા લોકોએ ઘરે સારવાર લીધી હતી
બીજી લહેરમાં ઘણા લોકોએ ઘરે સારવાર લીધી હતી અને ઘરે રહીને સ્ટીરોઇડનો ઉપયોગ પણ કર્યો હતો. જો કે તેઓ ઘરે રહીને દવાઓ લેતા હોવાથી સુગર લેવલ પર નજર રાખવામાં આવી ન હતી. માત્ર આ જ નહીં, હ્યૂમેડિફાયર ઓક્સિજનેશન વધુ કરવું પડ્યું, જો પાણી ખૂબ જૂનું હોય અથવા તેમાં પણ કોઇ ઇન્ફેક્શન હોય, તો તે પણ એક કારણ પણ હોઈ શકે છે અને એક મોટું કારણ પણ કોરોના સંક્રમણના બીજા સ્ટ્રેનથી ઓછી થનારી ઇમ્યુનિટી પણ હોઇ શકે છે.