ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાષ્ટ્રીય ખેડૂત દિવસ 2020ઃ કોવિડ -19ની કૃષિ પર અસર

ભારતમાં ખેડૂતો સતત કમોસમી અને અનિયમિત વરસાદ,  અતિશય ચિંતાજનક કુદરતી આપત્તો, પુરવઠાની કામગીરી પર વિક્ષેપ અને ફુગાવા સામે સતત લડતો રહે છે. ત્યારે આટલુ પુરતુ નહોતુ તેમ હવે તેની મુશ્કેલીમાં ચાલુ વર્ષે કોવિડ 19ને કારણે લાગુ પડેલા લોકડાઉન અને  ખેતરો પર તીડના ટોળાએ કરેલા હુમલાએ ચિંતા વધારી છે.

xz
xz

By

Published : Dec 23, 2020, 11:49 AM IST

ન્યૂઝ ડેસ્કઃ ભારતમાં ખેડૂતો સતત કમોસમી અને અનિયમિત વરસાદ, અતિશય ચિંતાજનક કુદરતી આપત્તો, પુરવઠાની કામગીરી પર વિક્ષેપ અને ફુગાવા સામે સતત લડતો રહે છે. ત્યારે આટલુ પુરતુ નહોતુ તેમ હવે તેની મુશ્કેલીમાં ચાલુ વર્ષે કોવિડ 19ને કારણે લાગુ પડેલા લોકડાઉન અને ખેતરો પર તીડના ટોળાએ કરેલા હુમલાએ ચિંતા વધારી છે.

ભારતના જીડીપીમાં કૃષિનો ફાળો લગભગ 17 ટકા જેટલો છે. તો કૃષિ તેની સાથેની અન્ય ક્ષેત્રોમાં આજીવિકાનો સૌથી મોટા સ્ત્રોત ગણાય છે. દેશના 70 ટકા ગ્રામીણ પરિવારો હજુ પણ પોતાની આજીવિકા માટે મુખ્યત્વે ખેતી પર નિર્ભર રહે છે.

કોવિડ 19 મહામારીને કારણે કૃષિ અને તેના પુરવઠાની પ્રવૃતિ સૌથી વધારે ખોરવાઇ ગઇ છે. લોકડાઉન દરમિયાન કૃષિને લગતી કામગીરીનું સંચાલન કરવા માટેના સૂચનો અને પરિપત્રો જાહેર કરવાના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કૃષિ માટેની કામગીરીના સંકલનમાં સ્પષ્ટ અંતર જોવા મળ્યુ છે. કૃષિના પ્રાંરભિક અહેવાલો સુચવે છે કે શ્રમિકોની ઉપલબ્ધતાના અભાવે કૃષિની મહત્વની એવી લલણીની કામગીરી પર અસર થઇ હતી. આ ઉપરાંત, રાષ્ટ્ર વ્યાપી લોકડાઉનને કારણે પુરવઠાની કામગીરી પર વિપરિત અસર થઇ હતી. તો કૃષિ ઉત્પાદન માટેની કિંમતમાં મહત્તમ ઘટાડો થયો હોવા છંતાય, ગ્રાહકોને વધારે નાણાં ચુકવવા પડ્યા છે.

વૈશ્વિક કૃષિ પર અસર

પાકનું ઉત્પાદન અને બીજની પ્રાપ્યતાઃ બીજ મળવાની મોટાભાગની કામગીરીમાં હવે અને આગામી ઉનાળામાં અસર રહેશે નહી. જેથી હમણા બિયારણની ઉપલબ્ઘતા પર કોઇ વાંધો નહી આવે.

ખાતરની અછતઃ વૈશ્વિક વેપારમાં આવેલા વિક્ષેપના કારણે ખેડૂતોને ખાતર અન જંતુનાશકો અને કૃષિ સાધનોની અછતનો સામનો કરવો પ઼ડી રહ્યો છે. ટુકાંગાળા મુજબ હજુ પણ થોડી મુશ્કેલી પડી શકે તેમ છે.

ખાદ્ય ઉત્પાદન અને તેનુ વિતરણ : મોટાભાગના દેશોએ કોરોનાની અસરના દરને નિયંત્રિત કરવા માટે લોકડાઉન , મુસાફરી પ્રતિબંધ અને વ્યવસાયો બંધ કરવા જેવા અનેક પગલા લીધા છે.જેના કારણે મોટાભાગે કૃષિ પેદાશોનો નાશ થાય છે તેથી ખેડુતો તેમની નહી વેચાયેલી પેદાશને લાંબા સમય સુધી સાચવી રાખવાની બાબતને લઇને ચિંતિત બન્યા છે.

પશુધન પર: પશુધન અને મત્સ્યઉદ્યોગ જેવા અલગ પ્રકારના કૃષિ ક્ષેત્ર પર રોગચાળાએ ભારે અસર પહોંચાડી છે. ભારતમાં, પશુધન માટેનો મર્યાદિત ખોરાક અને શ્રમિકોની અછતને કારણે કોવિડ19 એ પશુધન આધારિત ખેતી પર વધુ અસર કરી છે.

કૃષિ કામદારો પર: ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં કૃષિ કામદારો માટે ઓછી બચતના કારણે આરોગ્યની યોગ્ય સેવાઓ અને સામાજિક સુરક્ષાનો અભાવ છે ત્યારે કૃષિ ક્ષેત્રમાં ઘણાં કામદારો કોવિડ 19 રોગચાળા દરમિયાન અલગ કામ કરવાના નિયમ હોવા છતાં, તેમના નિર્વાહ માટે સતત કામ કરવા માટે બંધાયેલા હતા.

ખાદ્ય માંગ અને ખાદ્ય સુરક્ષા પર અસર: આવક અને ખરીદીની ક્ષમતામાં ઘટાડો થવાને કારણે ખોરાકની માંગ પર ખાસ્સી અસર પડી છે. કોરોનાથી ગભરાય ગયેલા ગ્રાહકો ખાદ્યપદાર્થોનો જથ્થો કરતા હતા. જેનાથી ખોરાકની ઉપલબ્ધતા અને ભાવ પર અસર થઈ હતી.

ભારત પર અસર

કોઇ ખરીદી વિનાની પાકની લણણીઃ હાલ ભારતમાં રવિ પાકની મૌસમ ટોચ પર છે અને ઘઉં, ચણા, દાળ, સરસવ, વગેરે જેવા પાક (સિંચાઈવાળા વિસ્તારોમાં ડાંગર સહિત) પાક કાપવાના તબક્કે હતા અથવા સંપૂર્ણ પાક તૈયાર થઇ ગયો હતો. તે સમયે . નિયુક્ત સરકારી એજન્સીઓ દ્વારા ખાતરીપૂર્વકની ખરીદીની કામગીરી કરી ખેતીની પેદાશોને બજારો સુધી પહોંચાડવામાં આવે છે.

વિપરિત સ્થળાંતરને કારણે શ્રમિકોની ઉપલ્બધતાનો અભાવઃ શ્રમિકોની ઉપલબ્ધતાના અભાવને કારણે કૃષિની ઘણી કામગીરીને નુકશાન થયુ છે. પરિણામે પરપ્રાંતિય શ્રમિકોના અભાવે ખેતીના કામ માટેના દૈનિક વેતન દરોમાં ખુબ મોટો વધારો થયો છે.

ભાવોમાં ઘટાડોઃ માર્ગ પર વહન માટેના સાધનો અને રાજ્યોની સીમાઓ બંધ થવાના કારણે બજાર સુધી પહોંચી ન શકાતા કૃષિ પેદાશોનના ભાવ તુટ્યા છે.

જાહેર માલની અછત: ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અનાજ, ફળો અને શાકભાજી અને અન્ય આવશ્યક વસ્તુઓ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવી એ સૌથી મુશ્કેલ પડકારજનક કામગીરી છે.

વેચાણ પર પ્રતિબંધઃ સ્વૈચ્છાએ લગાવવામાં આવેલા પ્રતિબંધોને કારણે મજુરોની રાજ્યની અંદર કે અન્ય રાજ્યમાં જવા માટેની મનાઇ અને તે સંબધિત મશીનો મળ્યા ન હોવાથી કૃષિ પર અસર થઇ હતી.

પુરવઠા-સાંકળમાં વિક્ષેપો: જાગૃત અવરોધિત રસ્તાઓ સાથે પરિવહન સુવિધાઓની ગેરહાજરીએ સ્થળાંતર લણણી મજૂરી અને કૃષિ-મશીનરીની હિલચાલ પર મર્યાદિત અસર પડે છે.

પુરવઠાની વિતરણની કામગીરીમાં વિક્ષેપોઃ માર્ગ પરિવહનની અછત સાથે રાજ્યમાં વિવિધ સ્થળો રસ્તા બંધ કરવામાં આવતા શ્રમિકોની અને કૃષિસાધનો મળવા પર અસર પડી હતી.

લોકડાઉનના કારણે દેવા અને રોકડ પ્રવાહમાં અવરોધઃ ખેડૂતોએ તેમની પાકની લોન, સોનાની લોન અન્ય દેવાની ચુકવણીની સમસ્યા સહન કરવી પડી હતી. તો આવક પર પણ અસર થઇ હતી.

કોવિડ 19 કૃષિ રાહત પેકેજ

ખેડૂતોને રાહત આપતી ક્રેડીટ બુસ્ટઃ ખેડૂતોમે કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા રાહતદરે સંસ્થાકીય ધિરાણની સુવિદ્યાઓ આપવામાં આવી રહી છે. આ યોજનામાં અઢી કરોડ ખેડૂતોને બે લાખ કરોડ રુપિયાના રાહત ધિરાણ સાથે આવરી લેવામાં આવ્યા છે.

ખેતી માળખા આધારિત ફંડઃ ખેડૂતો માટે ખેતરથી અને સહકારી મંડળી, એપીએમસી જેવા અલગ અલગ સ્થળોએ કૃષિના માળખાગત યોજનાના વિકાસ માટે એક લાખ કરોડ રુપિયાનુ ભંડોળ આપવામાં આવશે. જેમાં ખેતરથી ખરીદારો સીધા ખેડૂતો પાસેથી જ ખરીદી કરી શકે છે.

ખેડુતો માટે કટોકટીના સમયનું ભંડોળ : ખેડુતો માટે ઇમરજન્સી વર્કિંગ કેપિટલ તરીકે 30,000 કરોડ રૂપિયાનું વધારાનું ભંડોળ બહાર પડાયુ છે. આ ભંડોળ નાબાર્ડ દ્વારા ગ્રામ્ય સહકારી બેંકો (આરસીબી) અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી)ને તેમની ખેતી આધારિત લોનની આવશ્યકતાઓને પહોંચી વળવા માટે આપવામાં આવ્યુ છે. આ ભંડોળથી ત્રણ કરોડ નાના અને સીમાંત ખેડૂતોને ફાયદો થવાની સંભાવના છે. આ ઉપરાંત આ વર્ષે પાક લોનની માંગને પહોંચી વળવા માટે પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને ગ્રામ્ય સહકારી બેંકો ને નાબાર્ડ દ્વારા 90,000 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે.

માછીમારોની આર્થિક મદદઃ દરિયાઇ અને તે અંતર્ગત મત્સ્ય ઉદ્યોગના સંકલિત , ટકાઉ અને વ્યાપક વિકાસ માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ મરીન, મત્સ્યઉદ્યોગ અને જળચર ઉછેરની પ્રવૃત્તિઓ પર 11,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને માળખાકીય સુવિધાઓ જેમ કે માછીમારી, કોલ્ડ સ્ટોરેજ વિકસાવવા માટે રૂ .9,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.

પશુપાલનનો માળખાગત વિકાસ: દુધની ડેરીની કામગીરી , વઘારાની મૂલ્યની સેવા અને પશુપાલનના માળખાગત ક્ષેત્રમાં ખાનગી રોકાણને ટેકો આપવાના ઉદ્દેશ્યથી રૂ .15,000 કરોડનો પશુપાલન માળખાગત ફંડ જાહેર કરાયુ છે. જેમાં વિશિષ્ટ ડેરી ઉત્પાદનોના નિકાસ માટે પ્લાન્ટ સ્થાપવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે

CAMPA ભંડોળનો ઉપયોગ કરીને રોજગારી લક્ષી કામગીરી : સરકારે આદિવાસી અને અન્ય લોકો માટે રોજગાર નિર્માણની સુવિધા માટે વળતર વનીકરણ વ્યવસ્થાપન અને યોજના સત્તામંડળ (સીએએમપીએ) હેઠળ રૂ છ હજાર કરોડની યોજનાઓને મંજૂરી આપી છે. જેમાં (1) વનીકરણ અને વાવેતર શહેરી વિસ્તારો, (2) કૃત્રિમ પુનર્જીવન, સહાયિત કુદરતી નવજીવન, (3) વન વ્યવસ્થાપન, માટી અને ભેજ સંરક્ષણ કાર્યો, (4) વન સંરક્ષણ, વન અને વન્યપ્રાણી સંબંધિત માળખાગત વિકાસ, અને વન્યપ્રાણી સંરક્ષણ અને સંચાલન સહિતના કામોની નોધ લેવામાં આવી છે.નોંધનીય છે કે CAMPA ફંડ્સ હાલમાં વન અને વન્યપ્રાણી વ્યવસ્થાપનનાં રક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે.

કાયદાકીય મુદ્દાઓ

આવશ્યક ચીજવસ્તુ અધિનિયમમાં સુધારા: આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 મુજબ દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કેટલીક ચીજવસ્તુઓના ઉત્પાદન, સપ્લાય અને વિતરણને પોતાના નિયંત્રણમાં રાખ્યુ છે.

કૃષિ બજારના સુધારા: કેન્દ્ર સરકાર આ માટે કાયદો ઘડશે. જેમાં (1) ખેડુતોને તેમના પાકને મહેનતાણાના ભાવે વેચાણ કરવાની પર્યાપ્ત પસંદગીઓ, (2) અવરોધ મુક્ત આંતર-રાજ્ય વેપાર, અને (3) કૃષિના ઇ-વેપાર માટેના માળખાનો સમાવેશ કરાયો છે.

કૃષિ પેદાશોના ભાવ અને ગુણવત્તાની ખાતરી: ઉત્પાદકોને ન્યાયી અને પારદર્શી રીતે વેપારીઓ , મોટા રિટેલરો અને નિકાસકારો સાથે જોડાવા માટે એક સરળ કાનૂની માળખું બનાવવામાં આવશે.

લોકડાઉન દરમિયાન લેવામાં આવેલા પગલાઃ

ખેડૂતો માટે છેલ્લા બે મહિનામાં અનેક પગલા લેવામાં આવ્યા, જેમાં ત્રણ મહિનાની લોન મોરટોરિયમ સહિતના પગલાનો સમાવેશ થાય છે. કૃષિ મંત્રીએ કહ્યુ કે ત્રણ કરોડ જેટલા ખેડૂતોની રુપિયા 4.22 લાખ કરોડની પર મોકૂફી કરવામાં આવી છે.

આરબીઆઈએ પાક લોન પર બે ટકાના વ્યાજ પર રાહત અને ત્રણ ટકાની રાહત તુરંત ચુકવણી જેવા પ્રોત્સાહનનો લાભ પણ 31 મે, 2020 સુધી ત્રણ મહિનામાં વધાર્યો હતો. તો.25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ્સને પણ રુપિયા 25000 રોડની લોનની મર્યાદા સાથે મંજૂર કરાયા છે. જ્યારે 1 માર્ચ, 2020 થી 30 એપ્રિલ, 2020 દરમિયાન કૃષિ ક્ષેત્રે 86,600 કરોડ રૂપિયાની 63 લાખ જેટલી લોન મંજૂર કરવામાં આવી હતી.

નાબાર્ડ દ્વારા માર્ચ 2020માં સહકારી બેંકોને 29,500 કરોડ રૂપિયાના પુનર્ધિરાણ પૂરા પાડવામાં આવ્યા છે. જેમાં ગ્રામીણ માળખાગત વિકાસને સુધારવા માટે મહિના દરમિયાન રાજ્યોને રૂ .4,200 કરોડની સહાય પૂરી પાડવામાં આવી હતી.

માર્ચ 2020 થી કૃષિ પેદાશોની ખરીદીમાં સામેલ રાજ્ય સરકારની સંસ્થાઓ માટે પણ રૂ. 6,700 કરોડની કાર્યકારી મૂડી મર્યાદા મંજૂર કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details