- દેશમાં કોરોના વાઇરસમાં થઈ રહ્યો છે વધારો
- સરકારી કર્મચારીઓને કોરોનાની રસી લેવી સૂચન કરાયું
- કોરોનાની રસી લીધા બાદ પણ કાળજી લેવી જરૂરી
નવી દિલ્હી: કોરોના વાઇરસ સંક્રમણને ફેલાવાથી રોકવા માટે કેન્દ્ર સરકારે તેના તમામ કર્મચારીઓને 45 વર્ષ અથવા તેથી વધુ વયના લોકોને કોરોનાની રસી લેવાનું કહ્યું છે. આરોગ્ય મંત્રાલયના આદેશમાં આ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય, રજાના દિવસે પણ કોરોના રસીકરણ કરાશે
રસીકરણ બાદ માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચન
આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આદેશમાં જણાવાયું છે કે કર્મચારીઓને રસીકરણ પછી પણ કોવિડ -19થી બચવા માર્ગદર્શિકાનું પાલન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેમાં વારંવાર હાથ ધોવા, સેનિટાઇઝેશન કરવું, માસ્ક અથવા ફેસ કવર અને સામાજિક અંતર શામેલ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવાના લક્ષ્ય સાથે રસીકરણ માટે ઉમરને પ્રાધાન્ય આપવાની રણનીતિના આધારે સરકાર રસીકરણ અભિયાનમાં 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ પર નજર રાખી રહી છે.
આ પણ વાંચોઃ ખેડામાં પુખ્ત વયના નાગરિકો માટે કોરોના રસીકરણનો થયો પ્રારંભ
કોરોના સંક્રમણ ફેલાતો અટકાવવા કરાયા સૂચનો
કેન્દ્ર સરકારના તમામ વિભાગો અને મંત્રાલયોને અપાયેલા આ હુકમમાં ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને 45 વર્ષ કે તેથી વધુ ઉમરના તમામ કેન્દ્રીય કર્મચારીઓને કોરોના સંક્રમણના ફેલાવાને અસરકારક રીતે અટકાવવા માટે રસી લેવા સૂચન કરવામાં આવ્યું છે. કોરોના વાઇરસ સંક્રમણની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે દેશમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં આ આદેશ આવ્યો છે.