- દેશમાં કોરોના કેસમાં સતત વધારો
- વિદેશી મિત્ર દેશો કરી રહ્યા છે ભારતને મદદ
- હોંગકોંગ અને UKથી આવ્યા તબીબી ઉપકરણો
દિલ્હી: દેશ કોરોના મહામારીની બીજી વેવ સામે લડી રહ્યું છે. ભારતને અન્ય વિદેશી દેશો મદદ કરી રહ્યા છે, એવામાં હોંગકોંગથી અન્ય તબીબી ઉપકરણો સાથે 300 ઓક્સિજન કોન્સન્ટ્રેટોર્સનો માલ ગુરુવારે રાત્રે ભારત પહોંચ્યો હતો.
આપણે ભેગા મળીને કોરોનાની જંગ જીતીશુ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે આ પુરવઠો પહેલાથી જ ચાલી રહેલા તમામ પ્રયાસોને આગળ વધારશે. "કામ પર વ્યૂહાત્મક વૈશ્વિક સહકાર. 300 ઓક્સિજન કોન્સન્ટ્રેટોર્સ અને અન્ય તબીબી ઉપકરણો ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં હોંગકોંગથી દિલ્હી આવ્યા છે. આ પુરવઠો આગળ ચાલતા તમામ પ્રયત્નોને આગળ ધપાવશે, જે પહેલાથી જ ચાલુ છે. સાથે મળીને આપણે કરી શકીએ, 'પુરીએ ટ્વીટ કર્યું.
આ પણ વાંચો : દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નોન કોવિડ સુવિધા શરૂ થાય તેવી શક્યતા