ન્યુઝ ડેસ્ક: OCD એ એક માનસિક બિમારી છે અને તેના કારણે વારંવાર બિનજરૂરી વિચારો કે ઉત્તેજના થાય છે અથવા તો કોઇક ક્રિયા વારંવાર કરવાની ઉત્કટ ઇચ્છા થાય છે. કેટલાક લોકો ઉત્તેજના અને અનિવાર્યતા, બંનેનો અનુભવ કરે છે.
જર્નલ બીએમસી સાઇકિઆટ્રીમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં એમ પણ દર્શાવવામાં આવ્યું હતું કે, મનોવૈજ્ઞાનિક ડિસઓર્ડર વિકસી રહ્યો હોય, તેવા લોકોની આ બિમારી સાથે કોરોનાને સાંકળી શકાય છે.
"કોરોના મહામારીના સંદર્ભમાં આ ડિસઓર્ડરનો અભ્યાસ કરવો રસપ્રદ છે, કારણ કે, OCD એ વૈવિધ્યપૂર્ણ ક્લિનિકલ અભિવ્યક્તિઓ ધરાવતો ડિસઓર્ડર છે," તેમ ડેનમાર્કની આર્હસ યુનિવર્સિટી ખાતે કાર્યરત તથા અભ્યાસનાં લેખિકા જુડિથ નિસ્સેને જણાવ્યું હતું.
"આથી, આવી નોંધપાત્ર કટોકટી ડિસોર્ડરના આવર્તન, વિકાસ તથા અભિવ્યક્તિને કેવી રીતે પ્રભાવિત કરે છે, તેની ચકાસણી કરવી મહત્વની બની રહે છે," તેમ તેમણે ઉમેર્યું હતું.
અભ્યાસ માટે સંશોધકોએ સાત વર્ષથી એકવીસ વર્ષની વયનાં બાળકો અને યુવાનોનાં બે જૂથોને પ્રશ્નાવલિ મોકલી હતી.
એક જૂથને સેન્ટર ફોર ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ સાઇકિયાટ્રી ખાતેના સ્પેશ્યલાઇઝ્ડ ઓસીડી સેક્શનમાં OCD હોવાનું નિદાન થયું હતું અને તે તમામ લોકો હોસ્પિટલ ખાતે થેરપિસ્ટના સંપર્કમાં હતા. અન્ય જૂથની ડેનિશ ઓસીડી એસોસિએશન મારફત ઓળખ કરવામાં આવી હતી.