ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત બાયોટેકને અંકલેશ્વરમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સરકારે મંજૂરી આપી, કોરોના વિરોધી રસીનું ઉત્પાદન વધશેઃ માંડવિયા - કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા

કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ મંગળવારે માહિતી આપી હતી કે સરકારે ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોરોના વિરોધી રસીના ઉત્પાદન સુવિધાને મંજૂરી આપી છે.

ભારત બાયોટેકને અંકલેશ્વરમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સરકારે મંજૂરી આપી, કોરોના વિરોધી રસીનું ઉત્પાદન વધશેઃ માંડવિયા
ભારત બાયોટેકને અંકલેશ્વરમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સરકારે મંજૂરી આપી, કોરોના વિરોધી રસીનું ઉત્પાદન વધશેઃ માંડવિયા

By

Published : Aug 10, 2021, 1:41 PM IST

  • ગુજરાતમાં બનશે ભારત બાયોટેકની કોરોના વિરોધી રસી
  • ભારત બાયોટેક કંપની અંકલેશ્વરમાં રસી ઉત્પાદન કરશે
  • કોરોના રસીકરણમાં ઝડપ લાવવાનો પ્રયાસ

ન્યૂઝ ડેેસ્કઃ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક એકમાત્ર કંપની છે જે ભારતમાં સ્વદેશી રસી બનાવેે છે અને તેનું મોટા પાયે ઉત્પાદન કરે છે. તેણે રસીના પ્રયોગો પર 10 વૈજ્ઞાનિક પરીક્ષણ સાથે 15 મહિનાની અંદર કોરોના પ્રતિરોધક રસી બનાવી છે.

રસીના બમણાં ડોઝનું ઉત્પાદન કરવાની નેમ

સરકારે કહ્યું છે કે ભારત બાયોટેકની કોરોના વેક્સીનની માસિક રસી ઉત્પાદન ક્ષમતા 11 કરોડ ડોઝથી વધારીને દર મહિને 12 કરોડ ડોઝ અને 2.5 કરોડ ડોઝથી લગભગ 5.8 કરોડ કરવાની યોજના છે. 16 જાન્યુઆરીથી 5 ઓગસ્ટ સુધી 44.42 કરોડ ડોઝ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા અને ભારત બાયોટેક દ્વારા 6.82 કરોડ ડોઝ નેશનલ કોવિડ -19 રસીકરણ કાર્યક્રમ માટે પૂરા પાડવામાં આવ્યાં હતાં.

'મિશન કોવિડ સુરક્ષા- ભારતીય કોવિડ -19 રસી વિકાસ મિશન' શરૂ

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત બાયોટેકનોલોજી વિભાગે 'મિશન કોવિડ સુરક્ષા- ભારતીય કોવિડ -19 રસી વિકાસ મિશન' શરૂ કર્યું છે. બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC), બાયોટેકનોલોજી વિભાગના જાહેર ક્ષેત્રના ઉપક્રમ (PSU) દ્વારા આ મિશનનો અમલ કરવામાં આવી રહ્યો છે.

ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની પણ સુવિધા

મિશન અંતર્ગત ભારત બાયોટેક અને એક રાજ્ય જાહેર ક્ષેત્રના સાહસ અને બે કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો (PSE) - હાફકીન બાયોફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ, મુંબઈ, રસી ઉત્પાદન માટે ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ (IIL), હૈદરાબાદ અને ભારત ઇમ્યુનોલોજિકલ બાયોલોજિકલ લિમિટેડ (BIBCOL), બુલંદ શહેરને પસંદ કરાયાં છે. આ ઉપરાંત, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની આગેવાની હેઠળ હેસ્ટર બાયોસાયન્સ અને ઓમ્નીબીઆરએક્સ બાયોટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સહિત ગુજરાત કોવિડ વેક્સીન કોન્સોર્ટિયમ (GCVC) માં ભારત બાયોટેકની રસીના ઉત્પાદનને ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની પણ સુવિધા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ મોદી સરકારના નવા પ્રધાનો માટે ભાજપ કાઢશે જન આશીર્વાદ યાત્રા

આ પણ વાંચોઃ ઉમેદવારોની પસંદગીના 48 કલાકની અંદર પક્ષોએ કેસો વિશે આપવી પડશે માહિતી - SC

ABOUT THE AUTHOR

...view details