વારાણસીઃજ્ઞાનવાપી પરિસરમા આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા (ASI) કાર્યવાહી દરમિયાન વજૂખાનામાં મળેલા કથિત શિવલિંગ બાદ સમગ્ર વજૂખાનાને સીલ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ પરિસરમાં ચાલી રહેલઈ ASI સર્વેની કાર્યવાહીને વધુ વિસ્તારતા વજુખાનાના સર્વેની પણ માંગ કરવામાં આવી હતી. આ અરજીને કોર્ટે શનિવારે ફગાવી દીધી હતી. વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં 21મી જુલાઈએ ASIનો સર્વે શરૂ થયો હતો. જેમાં વજૂ સ્થળને બાદ કરતાં બાકીના તમામ સ્થળોએ સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે રાખી સિંહે જિલ્લા અદાલતમાં સીલ કરાયેલા વજૂ સ્થળના સર્વેની પણ માંગ કરી હતી. જે અંગે કોર્ટે મોડી સાંજે ચુકાદો આપતાં આ અરજીને ફગાવી દીધો છે.
Survey Of Gyanvapi Premises: જ્ઞાનવાપી મસ્જિદના વજૂખાનામાં ASI સર્વેની માંગ કરતી અરજીને કોર્ટે ફગાવી, - વજૂ સ્થળની એએસઆઈ સર્વેની અરજીને કોર્ટે ફગાવી
જ્ઞાનવાપી પરિસરમાં ASI સર્વેની કાર્યવાહીને વધુ આગળ વધારતા વજૂખાનાનો પણ સર્વે કરવાની માંગની કોર્ટે ફગાવી દીધી છે. વજૂ સ્થળને બાદ કરતાં બાકીના સ્થળનો સર્વે કરવામાં આવી રહ્યો છે. વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં 21મી જુલાઈએ ASIનો સર્વે શરૂ થયો હતો. જેમાં વજૂ સ્થળને બાદ કરતાં બાકીના તમામ સ્થળોએ સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે રાખી સિંહે જિલ્લા અદાલતમાં સીલ કરાયેલા વજૂ સ્થળના સર્વેની પણ માંગ કરી હતી. જે અંગે કોર્ટે મોડી સાંજે ચુકાદો આપતાં આ અરજીને ફગાવી દીધો છે.
Published : Oct 22, 2023, 2:08 PM IST
વજુખાનાની પણ ASI સર્વેની માંગ: વાસ્તવમાં આ અરજી રાખી સિંહ તરફથી દાખલ કરવામાં આવી હતી. જેમાં રાખી સિંહે 21મી જુલાઈથી શરૂ થયેલા ASI સર્વે દરમિયાન વજુખાનાની પણ ASI સર્વેની માંગણી કરી હતી. આજે આ માંગણી પર સુનાવણી કરતા કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. આ બાબતે મુસ્લિમ પક્ષ પહેલે થી જ વિરોધ કરી રહ્યો હતો. કારણ કે, વજૂ સ્થળને સીલ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. મુસ્લિમ પક્ષનું કહેવું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ આ સ્થળની તપાસ શક્ય છે.
કોર્ટમાં શું થઈ દલીલો:આજે થયેલી દલીલો દરમિયાન રાખી સિંહ તરફથી એડવોકેટ માનબહાદુર સિંહ અને અનુપમ દ્વિવેદી સાથે જ સૌરભ તિવારીએ પોતાનો પક્ષ મુક્યો હતો. કથિત શિવલિંગ આકાર ધરાવતી જગ્યાને બાદ કરતાં બાકીના સ્થળોનો સર્વે ચાલી રહ્યો છે. કોર્ટે તેને ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. મસ્જિદ સમિતિ વતી, ઇકલાખ, રઈસ અહેમદ અને તૌહીદ ખાને તેમનું વલણ રજૂ કર્યું અને તેનો વિરોધ કરતાં સુપ્રીમ કોર્ટ તરફથી 17મે 2022 ના આદેશ મુજબ વજૂ સ્થળને સંરક્ષિત રાખવાના આદેશનો હવાલો આપ્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટના આદેશને જોતા કોર્ટે આ અપીલને ફગાવી દીધી ચે. હાલ તો ASIનો સર્વે હજી પણ ચાલી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં ASI પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે.