નવી દિલ્હી: રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસના આરોપી પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 12 મે સુધી લંબાવી છે. સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આજે એટલે કે ગુરુવારે સમાપ્ત થઈ રહી હતી. આના પર સીબીઆઈએ તેને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા.
કોર્ટમાં શું થઈ દલીલો: કોર્ટમાં હાજરી દરમિયાન સિસોદિયાના વકીલે સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ પૂરક ચાર્જશીટની નકલ મેળવવા કહ્યું. તેના પર સીબીઆઈના વકીલે કહ્યું કે ચાર્જશીટની એક જ નકલ હોવી જોઈએ. તેના પર જજ એમકે નાગપાલે શુક્રવારે કોપી ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ (ASG) SV રાજુએ જામીન ન આપવા માટે પોતાની દલીલો રજૂ કરી હતી. તેના પર કોર્ટે સીબીઆઈ પાસેથી પુરાવા માંગ્યા હતા, જેના પર એજન્સીને વિશ્વાસ છે. આ સાથે આ મામલાની સુનાવણી ગુરુવારે કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:Kejriwal Bungalow Controversy: કેજરીવાલના બંગલાને લઈ મચ્યો હંગામો, જાણો શું છે તેમાં ખાસ