- 24 કલાકમાં કોરોના વાયરસના 41,157 નવા કેસ નોંધાયા
- કોરોના વાયરસથી 24 કલાકમાં 518 નવા મોત થયા
- પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,11,06,065 પર પહોંચી
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 41,157 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 518 નવા મોત થયા છે. હવે દેશમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 3,11,06,065 પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4,13,609 થઇ ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,22,660 છે.
આ પણ વાંચો : રાજકોટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બે કેસની ચર્ચા, સુપ્રિટેન્ડેન્ટનો રદિયો
24 કલાકમાં કોરોનાની 51,01,567 રસી અપાઇ