નવી દિલ્હીઃદેશમાંકોરોના વાયરસ(India Corona Update) મહામારીના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,72,433 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત, દેશમાં આજે ગુરૂવારે 1008 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલની (બુધવાર) સરખામણીમાં આજે (ગુરૂવાર) કોરોનાના 6.8 ટકા વધુ કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં24 કલાકમાં 8934 પોઝિટિવ કેસ નોંધાયા, 34 દર્દીના થયા મૃત્યુ
સક્રિય કેસ ઘટી 15,33,921 થયા
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 15,33,921 થઈ ગઈ છે. આ ઉપરાંત, મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4,98,983 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 2,81,109 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3,97,70,414 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે.