નવી દિલ્હીઃભારતમાં કોરોનાના કેસ (Corona case in India) અટકવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે ગઈકાલ (મંગળવારે) સુધી જ્યાં નવા કેસની સંખ્યા 1,68,063 હતી ત્યાં બુધવારે નવા કેસની (new cases increased on Wednesday) સંખ્યા વધીને 1,94,720 થઈ ગઈ છે. 24 કલાકમાં મૃત્યુઆંક 442 નોંધાયો છે, જે ચિંતાજનક છે.
ઓમિક્રોનના કેસ વધ્યા
કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનના કેસ (Cases of Omicron increased) પણ વધી રહ્યા છે. દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, અત્યાર સુધીમાં કોરોના વાયરસના આ સ્વરૂપથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,868 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યું
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ બુધવારે અપડેટ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં ઓમિક્રોનના કેસ વધીને 4,868 થઈ ગયા છે. આમાંથી ઘણા લોકો સ્વસ્થ થઈને સ્વદેશ અથવા વિદેશ પરત ફર્યા છે.
60,405 દર્દીઓ સંક્રમણમાંથી સ્વસ્થ થયા
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 60,405 દર્દીઓ સંક્રમણમાંથી સ્વસ્થ થયા પછી ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં સક્રિય કેસની સંખ્યા 9,55,319 થઈ ગઈ છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયે તેની વેબસાઈટ પર તેના આંકડા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે.
ભારતમાં મંગળવારે કોરોના વાયરસના 17,61,900 સેમ્પલ ટેસ્ટ કરાયા