ગુજરાત

gujarat

By

Published : May 24, 2021, 10:52 AM IST

Updated : May 24, 2021, 12:57 PM IST

ETV Bharat / bharat

કોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.22 લાખ કેસ, 4,454 મોત, જાણો રાજ્યોની સ્થિતિ

ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર ઓછો થઈ રહ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, મોટાભાગના રાજ્યોમાં લોકડાઉનના કારણે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.

કોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.22 લાખ કેસ, 4,454 મોત, જાણો રાજ્યોની સ્થિતિ
કોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.22 લાખ કેસ, 4,454 મોત, જાણો રાજ્યોની સ્થિતિ

  • કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,67,52,447 થઇ ગઇ છે
  • મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 3,03,720 થઈ ગઈ છે
  • દેશમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 27,20,716 થઇ છે

હૈદરાબાદ: ભારતમાં કોરોનાના 2,22,315 નવા કેસ આવ્યા પછી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,67,52,447 થઇ ગઇ છે. 4,454 નવા મૃત્યુના કેસ નોંધાયા પછી મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 3,03,720 થઈ ગઈ છે. 3,02,544 નવા ડિસ્ચાર્જ થયા પછી કુલ ડિસ્ચાર્જની 2,37,28,011 થઇ છે. દેશમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 27,20,716 થઇ છે.

આ પણ વાંચોઃકોરોનાએ એક જ દિવસમાં તોડ્યો મૃત્યુ રેકોર્ડ, 4529 મોત, 2.67 લાખ નવા કેસ

કુલ રસીકરણનો આંકડો 19,60,51,962 થયો છે

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસની 9,42,722 રસી મૂકવામાં આવી છે, જે પછી કુલ રસીકરણનો આંકડો 19,60,51,962 થયો છે.

કોરોના વાઇરસની ત્રીજી લહેર

દેશભરમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે વૈજ્ઞાનિકો પણ ભારપૂર્વક જણાવી રહ્યા છે કે, સપ્ટેમ્બર મહિનાથી કોરોના વાઇરસની ત્રીજી લહેર આવી શકે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, ત્રીજી લહેર બાળકો માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર પણ સતર્ક થઇ ગયા છે.

આ પણ વાંચોઃ24 કલાકમાં કોરોનાના નવા 2.59 લાખ કેસ, 4,209 મૃત્યુ, જાણો રાજ્યોની સ્થિતિ

કોરોના વાઇરસ માટે 19,28,127 નમૂના પરીક્ષણ કરવામાં આવ્યા હતા

ગઈકાલે ભારતમાં કોરોના વાઇરસ માટે 19,28,127 નમૂના પરીક્ષણ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 33,05,36,064 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.

Last Updated : May 24, 2021, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details