- દેશમાં કોરોના વાઈરસના નવા 32,906 નોંધાયા
- કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3,00,63,720 પર
- પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3,09,07,282 થઈ
હૈદરાબાદ:ભારતમાં કોરોના(Corona)ના 32,906 નવા કેસો(New Case) આવ્યા પછી કુલ પોઝિટિવ કેસ(Positive Case)ની સંખ્યા વધીને 3,09,07,282 થઈ ગઈ છે. 2,020 નવા મૃત્યુ પછી કુલ મૃત્યુ આંક 4,10,784 પર પહોંચી ગયો છે. 49,007 નવા ડિસ્ચાર્જ(Discherge) પછી કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3,00,63,720 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,32,778 છે.
દેશમાં કોરોના વાઈરસની 40,65,862 રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસની 40,65,862 રસી આપવામાં આવી હતી, ત્યારબાદ કુલ રસીકરણનો આંકડો 38,14,67,646 રહ્યો હતો.દેશમાં કોરોના વાઈરસનો રિકવરી દર હવે 97.28 ટકા છે. કોરોના વાઈરસના સક્રિય કેસો કુલ કેસોમાં 1.40 ટકા છે અને દૈનિક પોઝિટિવિટી દર 1.81 ટકા છે.