નવી દિલ્હી:દેશમાં છેલ્લા એક દિવસમાં કોવિડ-19ના (India Corona Update) 71,365 નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,24,10,976 થઈ ગઈ છે.સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 8,92,828 થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં કોવિડ -19 થી વધુ 1,217 લોકોના મૃત્યુ પછી, સંક્રમણના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,05,279 થઈ ગઈ છે. દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 8,92,828 થઈ ગઈ છે, જે સંક્રમણના કુલ કેસના 2.11 ટકા છે.
આ પણ વાંચો:Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોનાના 11,974 કેસ નોંધાયા, 33 દર્દીઓએ કોરોના સામે હારી જંગ
દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 96.70 ટકા
છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 1,02,063 નો ઘટાડો નોંધાયો છે. દેશમાં દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 96.70 ટકા છે. દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 7 ઓગસ્ટ 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખને વટાવી ગઈ હતી.
આ પણ વાંચો:Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના અધધધ...23 હજારથી પણ વધુ કેસ નોંધાયા, 15 લોકોના મોત
સંક્રમણના કુલ કેસ 23 જૂન 2021ના ત્રણ કરોડ
સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે 4 મેના રોજ સંક્રમિતોની સંખ્યા બે કરોડને વટાવી ગઈ હતી અને 23 જૂન 2021ના રોજ ત્રણ કરોડને વટાવી ગઈ હતી.