નવી દિલ્હીઃદેશમાં કોરોના સંક્રમણની ગતિ (India Corona Update) હવે ધીમી પડી રહી છે. એક મહિના બાદ પ્રથમ વખત કોરોનાના 1 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 83,876 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન, દેશમાં 895 લોકોના મોત થયા છે. જ્યારે 1,99,054 લોકો સાજા પણ થયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં24 કલાકમાં 3837 પોઝિટિવ કેસ નોંધાયા, 19 દર્દીના થયા મૃત્યુ
કોરોનાનો પોઝિટિવિટી દર ઘટ્યો
દેશમાં કોરોનાની સકારાત્મકતા દર હવે ઘટીને 7.25 ટકા પર આવી ગયો છે. આ પહેલા રવિવારે કોરોનાના 1,07,474 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે 865 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો:રાજકોટમાં કોરોનાની વચ્ચે તાવ અને ઉધરસના કેસ વધ્યા, એક અઠવાડિયામાં 900 કેસ
દેશમાં કુલ સક્રિય કેસ
કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કુલ સક્રિય દર્દીઓની (Corona positive Cases) સંખ્યા વધીને 11,08,938 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 5,02,874 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ જ્યાં કોરોનાના નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અત્યાર સુધીમાં 169 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોવિડ-19ના નવા કેસોમાં થયેલા ઘટાડાની વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત બિહાર, બંગાળ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને કેરળમાં આજથી શાળા-કોલેજો ખુલી છે.