ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છેલ્લા 24 કલાકમાં 45,882 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા, 584 લોકોના મોત

ભારતમાં કોરોના સંક્રમણનો આંક સતત વધી રહ્યો છે. તહેવારોમાં ડૉકટરોએ અનેક વખત લોકોને સતર્ક રહેવાની અપીલ કરી હોવા છતાં લોકો હજુ પણ કોરોના ગાઈડ લાઇન્સનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે, જેને પગલે કોરોના કેસમાં ભયજનક રીતે ઉછાળો નોંધાયો છે.

corona-virus
corona-virus

By

Published : Nov 20, 2020, 10:58 AM IST

  • છેલ્લા 24 કલાકમાં 45,882 કોરોના પોઝિટિવ કેસ
  • કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 1,32,126 પર
  • દેશભરમાં કુલ કોરોના કેસ 90,04,366

નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણનો ગ્રાફ સતત વધી રહ્યો છે. તહેવારોની સીઝનમાં ડૉક્ટરોએ અલર્ટ રહેવા જણાવ્યું હતું. તેમ છતાં કેટલાક સ્થાનો પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. તેમજ કોરોનાની ગાઈડ લાઈનનું ઉલ્લંધન થતું જોવા મળી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 45,882 કોરોના પોઝિટિવ કેસ

કેન્દ્ર સરકારના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 45,882 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સિવાય 584 લોકોના મોત થયા છે. દેશભરમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 1,32,126 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 44,807 કોરોના સંક્રમિત સ્વસ્થ થયા છે. દેશભરમાં કુલ કોરોના કેસ 90,04,366 નોંધાય ચૂક્યા છે. જેમાં 4,43,794 કોરોના કેસ એક્ટિવ છે. સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 84,28,410 થઈ ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details