- દેશમાં રસીકરણનો આંકડો 60 કરોડને પાર
- આરોગ્ય પ્રધાને ટ્વિટ કરીને આપી માહિતી
- દેશવ્યાપી રસીકરણ અભિયાન આપવામાં આવી રસી
નવી દિલ્હી:કોરોના વાઇરસ સામેની લડાઈમાં રસી રસીકરણ અભિયાન ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને બુધવારે રસી રસીકરણનો નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશમાં રસીકરણનો આંકડો 60 કરોડને પાર પહોંચી ગયો છે. મંગળવાર સુધી દેશમાં 59.55 કરોડ લોકોને રસી આપવામાં આવી હતી અને બુધવારે સાંજે 4 વાગ્યા સુધીમાં રસીકરણનો આંકડો 60 કરોડથી ઉપર પહોંચી ગયો છે, રસીકરણ હજુ પણ ચાલુ છે.
આ પણ વાંચો:ભારતમાં કોરોનાની મહામારીનું સ્ટેજ બદલાઈને એન્ડેમિક સ્તર પર જઈ શકેઃ વૈજ્ઞાનિક
આરોગ્ય પ્રધાન માંડવિયાનું ટ્વિટ
કેન્દ્રીય આરોગ્ય પ્રધાને 60 કરોડને પાર થયેલા રસીકરણના આંકડા માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે, તેમના ટ્વિટમાં આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ લખ્યું હતું કે, "વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'સબકો વેક્સિન, મુફ્ત વેક્સિન' અભિયાનને કારણે ભારતે 60 કરોડ રસીકરણનો આંકડો પાર કરી લીધો છે. બધાને અભિનંદન."