- રસીકરણને ઝડપી બનાવવા કામ કરી રહી છે દિલ્હી સરકાર
- રજાઓના દિવસોમાં કોરોના રસી આપવામાં આવશે
- રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારી 600ની કરવામાં આવી
નવી દિલ્હી:દિલ્હીમાં વધતા કોરોના કેસો વચ્ચે સરકાર સતત રસીકરણને ઝડપી બનાવવા માટે કામ કરી રહી છે. ત્યારે આ તકે, કેન્દ્ર સરકારના આદેશ બાદ દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે, રાજધાની દિલ્હીમાં હવે રવિવાર અને સરકારી રજાઓ સહિતની તમામ રજાઓના દિવસોમાં કોરોના રસી આપવામાં આવશે. દેશભરમાં રસીકરણ માટે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી રહી છે. તે પછી, 45 વર્ષથી ઉપરના બધા લોકો રસી લઈ શકે છે.
આ પણ વાંચો:દિલ્હી સરકાર કોવિડ-19ના બેડ અંગે કરશે સમિક્ષા
રસીકરણનાં કેન્દ્રો વધાર્યા
કોરોનાનાં કહેરને જોતા, રસીકરણ કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારીને 600ની આસપાસ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી દિલ્હીમાં લગભગ 500 કેન્દ્રો હતા. કોરોના રસીકરણમાં વધુમાં વધુ લોકો માટે રસીકરણ કેન્દ્રો વધારવાં માટે કેન્દ્ર સરકારે રાજ્યોને આખો દિવસ રસીકરણ કરવા સૂચના આપી હતી. તેથી, હવે દિલ્હી સરકારે રવિવાર અને તમામ સરકારી રજાઓના દિવસે પણ રસી આપવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો:દિલ્હીમાં કોરોના કેર: 24 કલાકમાં 1374 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 1146 દર્દી સ્વસ્થ થયાં
તમામ પ્રકારના કેન્દ્રો માટે આદેશ
દિલ્હી સરકારે તેનાથી રસીકરણ સંબંધિત ઔપચારિક આદેશો જાહેર કર્યા છે. જે દિલ્હીના તમામ સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રોને લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, પાછલા દિવસે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે, દિલ્હીમાં રસીકરણની કુલ ક્ષમતા 96 હજાર છે અને હવે દરરોજ સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી આશરે 70 હજાર લોકોને રસી આપવામાં આવી રહી છે.