- દેશમાં 24 કલાકમાં કોરોનાના 14,313 નવા કેસ નોંધાયા
- દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા બે લાખથી ઓછી
- કેરળમાં ગઈકાલે કોરોના વાયરસના 7,722 કેસ અને 86 લોકોના મોત થયા
નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો(Corona in India) પ્રકોપ હવે બંધ થઈ ગયો છે. માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,313 નવા કેસ નોંધાયા છે અને 549 સંક્રમિત લોકોના મોત થયા છે. 13,543 લોકો કોરોનાથી સ્વસ્થ પણ થયા છે.
કેરળમાં સ્થિતિ ખરાબ
દેશમાં કોરોના એક્ટિવ કેસની(Corona's active case) સંખ્યા બે લાખથી ઓછી છે. કુલ 1 લાખ 62 હજાર 661 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
કુલ કેસો : 3,42,60,470
સક્રિય કેસ: 1,61,555
સાજા થયેલા લોકોઃ 3,36,41,175