ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Corona Updates: ભારતમાં 11,451 નવા કેસ નોંધાયા, 266 મૃત્યુ - ભારતમાં સક્રિય કેસ

દેશમાં કોરોના(Corona country) ચેપમાંથી સાજા થયા બાદ 13,204 દર્દીઓ ઘરે પરત ફર્યા છે. ભારતમાં સક્રિય કેસ હાલમાં 1,42,826 છે, જે 262 દિવસમાં સૌથી ઓછો છે.

Corona Updates: ભારતમાં 11,451 નવા કેસ નોંધાયા, 266 મૃત્યુ
Corona Updates: ભારતમાં 11,451 નવા કેસ નોંધાયા, 266 મૃત્યુ

By

Published : Nov 8, 2021, 12:16 PM IST

  • ભારતમાં સક્રિય કોરોનાના કેસ હાલમાં 1,42,826
  • દેશમાં સક્રમણ કારણે અત્યાર સુધીમાં 4,61,057 દર્દીઓના મોત
  • ભારતમાં સક્રિય કેસ 262 દિવસમાં સૌથી ઓછો

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19(Covid-19 in India)ના 11,451 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 7,124 કેસ કેરળના છે. આ સંક્રમણને કારણે દેશમાં 266 દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે 13,204 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ભારતમાં કોરોના સક્રમણ

મળતી માહિતી મુજબ, દેશમાં સક્રમણ કારણે અત્યાર સુધીમાં 4,61,057 દર્દીઓના મોત થઈ ચુક્યા છે. ભારતમાં સક્રિય કેસ હાલમાં 1,42,826 છે, જે 262 દિવસમાં સૌથી ઓછો છે. સક્રિય કેસ કુલ કેસોમાં 0.42 ટકા હિસ્સો ધરાવે છે. જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે.

સ્વસ્થ દર્દીઓનો દર 98.24 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.

કેરળમાં 7,488 દર્દીઓ સંક્રમણથી સ્વસ્થ થયા છે, જ્યારે 21 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ ભારતમાં 33 લાખથી વધુ બાળકો કુપોષિત, આમાંથી 17.7 લાખ તો અત્યંત કુપોષિત

આ પણ વાંચોઃ પંજાબ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડનાર કોંગ્રેસ શાસિત પ્રથમ રાજ્ય બન્યું

ABOUT THE AUTHOR

...view details