- છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કોરોના કેસ નોંધાયા
- 34,167 લોકો કોરોનાથી સાજા પણ થયા
- છેલ્લા 24 કલાકમાં 383 કોરોના સંક્રમિત લોકો મૃત્યું પામ્યા છે
નવી દિલ્હી: કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવનો સમયગાળો ચાલુ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે સવારે જારી કરાયેલા કોરોના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કોરોના કેસ નોંધાયા છે. એક દિવસ પહેલા 26,115 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 383 કોરોના સંક્રમિત લોકો મૃત્યું પામ્યા છે. 34,167 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.
કેરળમાં કોવિડના 15,768 નવા કેસ નોંધાયા
મંગળવારના રોજ કેરળમાં કોવિડના 15,768 નવા કેસ નોંધાયા હતા, જ્યારે રાજ્યમાં સંક્રમણનાં કારણે 214 લોકોના મોત થયા હતા. આ સાથે, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 45 લાખ 39 હજાર 953 છે. જ્યારે મૃત્યુઆંક 23,897 થયો છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 1,61,195 છે.
આ પણ વાંચો:Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કોરોના કેસ નોંધાયા