- દેશમાં કોરોના વાઈરસના નવા 38,949 કેસ નોંધાયા
- 24 કલાકમાં ડિસ્ચાર્જની સંખ્યા 40,026 પર
- 4 લાખ 30 હજાર લોકો હજુ સંક્રમિત
નવી દિલ્હી: આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 38,949 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 542 નાં મોત નીપજ્યાં છે. આ પહેલા ગુરુવારે 41,806 નવા કેસ નોંધાયા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં, 40,026 લોકો પણ કોરોનાથી સાજા થયા છે.
આ પણ વાંચો:કોરોનાના કેસમાં ફરી વધારો, 41 હજારથી વધુ નવા કેસ નોંધાયા
હાલમાં કોરોના એક્ટિવ કેસ 4 લાખથી છે વધુ
હાલમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધુ છે. 4 લાખ 30 હજાર લોકો હજુ સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 4 લાખ 12 હજાર 531 લોકોનાં મોત નીપજ્યાં છે. શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 10 લાખ 26 હજાર લોકો સંક્રમિત થયા છે.
આ પણ વાંચો:દેશમાં 24 કલાકમાં 38 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા
અત્યાર સુધીમાં 44 કરોડ લોકોનુ કરાયુ પરીક્ષ
જ્યારે 39 કરોડથી વધુની રસી ડોઝ આપવામાં આવી હતી, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 15 જુલાઇ સુધીમાં દેશભરમાં 39 કરોડ 53 લાખ લોકોને કોરોના રસીના 43 હજાર 767 ડોઝ આપવામાં આવ્યા છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર) અનુસાર, અત્યાર સુધીમાં 44 કરોડના કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે.