- ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની (Corona Active Case) સંખ્યા હજી પણ 4 લાખથી વધુ
- દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસ (Corona Cases) 40 હજારથી વધુ નોંધાયા
- દેશમાં 24 કલાકમાં કોરોનાથી 507 લોકોના મોત થયા
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંકટ યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 41,383 કેસ (Corona Cases) નોંધાયા છે. જ્યારે 507 લોકોના મોત થયા છે. આ પહેલા બુધવારે કોરોનાના નવા 42,015 કેસ (Corona Cases) નોંધાયા હતા. તો છેલ્લા 24 કલાકમાં 38,652 લોકો કોરોનાથી સાજા થયા છે.
આ પણ વાંચો-વિશ્વમાં ગત સપ્તાહમાં 34 લાખ નવા કોરોના કેસ સામે આવ્યા: WHO
દેશમાં કોરોના સંક્રમણના કેસ (Corona Cases)
દેશમાં કોરોનાના એક્ટિવ કેસની (Corona Active Case) સંખ્યા 4 લાખથી વધુ છે. કુલ 4 લાખ 9 હજાર લોકો હજી પણ કોરોના સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે. કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી 3,12,57,000 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમાંથી 4,18,987 લોકોના મોત થયા છે. રાહતની વાત એ છે કે, 3 કરોડ 4 લાખ 29 હજાર લોકો સાજા પણ થયા છે.
આ પણ વાંચો-Corona: રાજયમાં 24 કલાકમાં 28 કેસ નોંધાયા, 5 કોર્પોરેશન અને 08 જિલ્લામાં કેસ નોંધાયા, મૃત્યુ 00
41 કરોડથી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન (Corona vaccination) થયું
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, 21 જુલાઈ સુધી દેશભરમાં 41 કરોડ 78 લાખ કોરોના વેક્સિનના ડોઝ અપાઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 22 લાખ 77 હજાર વેક્સિન ગાવવામાં આવી છે. તો આ તરફ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાનુસાર, અત્યાર સુધી 45 કરોડ 9 લાખ કોરોના ટેસ્ટ કરાઈ ચૂક્યા છે. જોકે, 24 કલાકની અંદર 17.18 લાખ કોરોના સેમ્પટ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.