ન્યુઝ ડેસ્ક : દેશમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 28,591 નવા કેસો નોંધાયા છે જ્યારે 338 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. આ પહેલા શનિવારે 33,376 નવા કેસો આવ્યા હતા. અગાઉના દિવસે કેરળમાં 181 વધુ દર્દીઓ કોવિડથી મૃત્યુ પામ્યા હતા. આ સાથે, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 43 લાખ 55 હજાર 191 થઈ છે જેમાંથી 22,844 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 32 લાખ 36 હજાર લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 4 લાખ 42 હજાર 655 લોકોના મોત થયા છે. તે જ સમયે, 3 કરોડ 24 લાખ 9 હજાર લોકો પણ સાજા થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા ચાર લાખથી ઓછી છે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ટોક્યો પેરાલિમ્પિક્સમાં મેડલ વિજેતાઓને મળશે
- કોરોનાના કુલ કેસ : 3,32,36,921
- કુલ ડિસચાર્જ : 3,24,09,921
- કુલ એક્ટીવ કેસ : 3,84,921
- કુલ મૃત્યુ : 4,42,655
- કુલ ટીકાકરણ : 73,82,07,000
- 73 લોકોને આપવામાં આવી રસી
આ પણ વાંચો :આજે દેશમાં NEET-PG દેશભરમાં યોજાશે, 1.6 લાખ વિદ્યાર્થીઓ હાજર રહેશે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 11 સપ્ટેમ્બર સુધી દેશભરમાં કોરોનાની રસીના 73 કરોડ 82 લાખ 7 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા દિવસે 72.86 લાખ રસીઓ આપવામાં આવી હતી. તે જ સમયે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, અત્યાર સુધીમાં 54 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.49 ટકા છે.