- 24 કલાકમાં કોરોના વાયરસના 41 હજાર 831 નવા કેસ
- દેશમાં અત્યાર સુધીમાં 4 લાખ 24 હજાર 351 લોકોના મોત
- કેરળમાં 24 કલાક દરમિયાન 20 હજાર 624 નવા કેસ નોંધાયા
હૈદરાબાદ :દેશમાં કોરોના સંક્રમણના કેસ અટકવાનું નામ લઈ રહ્યા નથી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 41 હજાર 831 નવા કેસ નોંધાયા છે. ત્યાં 541 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. દેશમાં આ જીવલેણ બિમારીથી અત્યાર સુધીમાં 4 લાખ 24 હજાર 351 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં 39 હજાર 258 લોકો સ્વસ્થ થયા
આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 39 હજાર 258 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. જે પછી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 3 કરોડ 8 લાખ 20 હજાર 521 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 16 લાખ 55 હજાર 824 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે BSF જવાનો કોરોના સંક્રમિત મળ્યા
કેરળમાં કોરોનાના કેસમાં થયો વધ્યા
કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 20 હજાર 624 નવા કેસ નોંધાયા છે. છેલ્લા પાંચ દિવસમાં કુલ નવા કેસ એક લાખથી પર થઇ ગયા છે. અહીં 16,865 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે સક્રિય કેસોની કુલ સંખ્યા 1,64,500 નોંધવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે 80 લોકોના મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 16 હજાર 781 થયો છે.
દેશમાં કોરોનાની રસીના 46.72 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા