- દૈનિક પોઝિટિવિટીનો દર 4.49 ટકા છે અને રિકવરી દર 94.93 ટકા
- કોરોના(Corona)ની બીજી લહેરે ભારત પર કહેર વર્તાવ્યો છે
- દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 11,21,671 છે
નવી દિલ્હી: વિશ્વના ઘણા અન્ય દેશોની જેમ કોરોના(Corona)ની બીજી લહેરે ભારત પર કહેર વર્તાવ્યો છે, પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસો(New Case)માં મોટો ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃGujarat Corona Update : છેલ્લા 24 કલાકમાં 544 પોઝિટિવ કેસ, 11 દર્દીના થયા મૃત્યુ
કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,77,90,073 થઇ છે
ભારતમાં કોરોના(Corona)ના 91,702 નવા કેસો(New Case)ના આગમન પછી, પોઝિટિવ કેસ(Positive Case)ની કુલ સંખ્યા 2,92,74,823 થઇ છે. 2,403 નવા મોત બાદ કુલ મૃત્યુઆંક 3,63,079 પર પહોંચી ગયો છે. 1,34,580 નવા ડિસ્ચાર્જ(New Discharge)પછી, કુલ ડિસ્ચાર્જ(Discharge)ની સંખ્યા 2,77,90,073 થઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 11,21,671 છે.