ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Corona Update: 24 ક્લાકમાં 70,421 New Case, 3,921 મોત - today news

ભારતમાં કોરોનાની બીજી લહેર(second wave of the corona)નો પ્રકોપ ધીમે-ધીમે ઓછો થઇ રહ્યો છે. સોમવારે 72 દિવસ પછી, કોરોના(Corona) વાયરસના સૌથી ઓછા નવા કેસો નોંધાયા છે.

Corona Update: 24 ક્લાકમાં 70,421 New Case, 3,921 મોત
Corona Update: 24 ક્લાકમાં 70,421 New Case, 3,921 મોત

By

Published : Jun 14, 2021, 10:00 AM IST

  • 24 કલાકમાં ભારતમાં કોરોના(Corona)વાયરસના 70,421 નવા કેસ નોંધાયા
  • મોતની કુલ સંખ્યા 3,74,305 થઇ
  • દેશમાં હવે પોઝિટિવ કેસોની સંખ્યા 2,95,10,410 થઇ ગઇ

હૈદરાબાદ: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના(Corona) વાયરસના 70,421 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 3,921 દર્દીઓ સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા તાજેતરના આંકડા મુજબ, દેશમાં હવે પોઝિટિવ કેસો(Positive Case)ની સંખ્યા 2,95,10,410 થઇ ગઇ છે, જ્યારે મોતની કુલ સંખ્યા 3,74,305 થઇ છે.

આ પણ વાંચોઃCorona Update: 24 ક્લાકમાં 80,834 નવા કેસ, 3,303 Deaths

ભારતમાં 72 દિવસ પછી કોરોના વાયરસના સૌથી ઓછા નવા કેસ નોંધાયા

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન 1,19,501 દર્દીઓને રજા(Discharge) આપવામાં આવી છે. હાલમાં સક્રિય કેસની કુલ સંખ્યા 9,73,158 છે. મંત્રાલય મુજબ, ભારતમાં 72 દિવસ પછી કોરોના(Corona) વાયરસના સૌથી ઓછા નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃCorona Update: 24 ક્લાકમાં 84,332 નવા કેસ, 4,002 Death

દેશમાં કુલ રસીકરણની સંખ્યા 25,48,49,301 થઇ

છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના(Corona)વાયરસની 14,99,771 રસી આપવામાં આવી હતી, જેના પછી કુલ રસીકરણની સંખ્યા 25,48,49,301 થઇ છે.

ABOUT THE AUTHOR

...view details