- દેશમાં કોરોનાની બીજી લહેર (The second wave of the corona) સંપૂર્ણ શાંત થતી જોવા મળી
- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ ઘટીને 37,154 નોંધાયા
- દેશમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 97.22 ટકા થયો
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત ઘટી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 37,154 કેસ નોંધાયા છે. જ્યારે 45,899 લોકો ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને 97.22 ટકા થયો છે. તો અત્યાર સુધી દેશમાં કુલ 43,23,17,000 કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃCorona Update: ગુજરાતમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવ દર્દીઓના 42 કેસ, એક પણ મૃત્યુ નહીં
દેશભરમાં 37 કરોડથી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન (Corona Vaccination) પૂર્ણ
ઈન્ડિયન મેડીકલ રિસર્ચ કાઉન્સિલે (ICMR) જણાવ્યું હતું કે, ભારતમાં રવિવારે કોરોનાના 14,32,343 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાલ સુધી કુલ 43,23,17,813 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,35,287 લોકોનું કોરોના વેક્સિનેશન (Corona Vaccination) થયું છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી 37,73,52,501 લોકોનું કોરોના વેક્સિનેશન (Corona Vaccination) પૂર્ણ થઈ ચૂક્યું છે.
આ પણ વાંચોઃRT-PCR રિપોર્ટ નેગેટિવ હશે તો જ મસૂરીમાં પ્રવેશ મળશે
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 8,535 કેસ નોંધાયા
તો આ તરફ એક સમયે કોરોનાના કેસમાં ટોપ પર રહેલા મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8,535 કેસ નોંધાયા છે. તે દરમિયાન 6,013 લોકો ડિસ્ચાર્જ થયા છે અને 156 લોકોના મોત થયા છે. જ્યારે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 53 કેસ નોંધાયા છે. જ્યારે 99 લોકો સાજા થયા છે તો 3 લોકોના મોત થયા છે.