- છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોના વાયરસના 14,146 નવા કેસ નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં 144 લોકો મૃત્યું પામ્યા
- અત્યાર સુધીમાં 4,52,124 લોકોના મોત થયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાનો (India Corona Update) કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે. રવિવારે એક દિવસમાં સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય (Health Ministry Of India) અનુસાર, છેલ્લા 24 કલાકમાં 14,146 નવા કોરોના કેસ આવ્યા અને 144 કોરોના સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત 19,788 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. આ એક સપ્તાહમાં બીજી વખત કોરોનાના 15 હજારથી ઓછા કેસ આવ્યા છે.
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 40 લાખ 67 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 52 હજાર 124 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 34 લાખ 19 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 2 લાખથી ઓછી થઈ ગઈ છે. કુલ 1 લાખ 95 હજાર 846 લોકો હજુ પણ કોરોના વાઇરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
- કોરોનાના કુલ કેસ - 3 કરોડ 40 લાખ 67 હજાર 719
- કુલ ડિસ્ચાર્જ - 3 કરોડ 34 લાખ 19 હજાર 749
- કુલ એક્ટિવ કેસ - 1 લાખ 95 હજાર 846
- કુલ મૃત્યુ- 4 લાખ 52 હજાર 124
- કુલ રસીકરણ - 97 કરોડ 65 લાખ 89 હજાર ડોઝ
કેરળમાં સૌથી વધુ 7,995 નવા કોરોના કેસ