ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે ઘરે બેઠા થશે કોરોના ટેસ્ટ, ICMRએ આપી હોમ બેઈઝ્ડ કોવિડ ટેસ્ટિંગ કિટને મંજૂરી

કોરોના વાઈરસની તપાસ કરવા માટે એન્ટિજન અને RT-PCR તપાસ કરવામાં આવે છે. એન્ટિજનનો રિપોર્ટ તરત જ મળી જાય છે. જ્યારે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ 24 કલાકમાં મળે છે, પરંતુ હવે કોરોના ટેસ્ટિંગ માટે હોમ બેઈઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી મળી ગઈ છે. આ તપાસમાં હવે તેજી આવશે અને હવે લોકો ઘરે બેઠા જ કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે.

હવે ઘરે બેઠા થશે કોરોના ટેસ્ટ, ICMRએ આપી હોમ બેઈઝ્ડ કોવિડ ટેસ્ટિંગ કિટને મંજૂરી
હવે ઘરે બેઠા થશે કોરોના ટેસ્ટ, ICMRએ આપી હોમ બેઈઝ્ડ કોવિડ ટેસ્ટિંગ કિટને મંજૂરી

By

Published : May 20, 2021, 9:00 AM IST

Updated : May 20, 2021, 7:15 PM IST

  • ICMRએ આપી હોમ બેઈઝ્ડ કોવિડ ટેસ્ટિંગ કિટને મંજૂરી
  • હવે લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવવા બહાર નહીં જવું પડે
  • DCGIએ પણ હોમ બેઈઝ્ડ ટેસ્ટિંગ કિટની બજારમાં વેચાણને મંજૂરી આપી
હવે ઘરે બેઠા થશે કોરોના ટેસ્ટ

નવી દિલ્હીઃ કોરોના મહામારીના સંકટ વચ્ચે હવે તમે ઘરે બેઠા જ જાતે કોરોનાનો ટેસ્ટ કરાવી શકશો. ICMR (ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)એ હોમ બેઈઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપી દીધી છે. આ એક હોમ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ (RAT) કિટ છે. આનો ઉપયોગ કોરોનાના સામાન્ય લક્ષણ કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકો કરી શકે છે. ICMR સિવાય DCGIએ પણ હોમ બેઈઝ્ડ ટેસ્ટિંગ કિટની બજારમાં વેચાણને મંજૂરી આપી દીધી છે. જોકે, આ ટેસ્ટિંગ કિટ બજારમાં ઉપલબ્ધ નહીં હોય. આને વ્યાપક રીતે ઉપલબ્ધ થવામાં સમય લાગશે.

આ પણ વાંચો-RT-PCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ, છતાંય દર્દી નિકળ્યા પોઝિટિવ: ટેસ્ટિંગ કીટની વિશ્વસનીયતા પર સવાલો

માયલેબ કોવિસસેલ્ફ નામની એપ્લિકેશન પર કરાવી શકાશે રજિસ્ટ્રેશન

આપને જણાવી દઈએ કે, ICMRના કોવિડ માટે હોમ બેઈઝ્ડ ટેસ્ટિંગ કિટને મંજૂરી આપ્યા બાદ હવે કોરોનાનો ટેસ્ટ કરાવવો ખૂબ જ સરળ થઈ જશે. અત્યારે ભારતમાં માત્ર એક કંપનીને મંજૂરી મળી છે, જેનું નામ માયલેબ ડિસ્કવરી સોલ્યુશન લિમિટેડ છે. હોમ ટેસ્ટિંગ મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ છે, જેને દરેક યુઝર્સ ડાઉનલોડ કરી શકશે. આ એપનું નામ છે માયલેબ કોવિસસેલ્ફ.

આ પણ વાંચો-બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે કોરોના ટેસ્ટ લેબ શરૂ કરાઈ

ઘરે બેઠા જ કોરોનાની તપાસ

ઉલ્લેખનીય છે કે, આ સમયે કોરોના માટે એન્ટિજન અને RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. એન્ટિજનનો રિપોર્ટ તરત મળે છે, જ્યારે RT-PCRનો રિપોર્ટ 24 કલાકમાં મળે છે, પરંતુ હવે કોરોના ટેસ્ટ માટે લોકોએ બહાર નહીં જવું પડે. ઘરે બેઠાં જ ટેસ્ટ કરાવી શકાશે.

Last Updated : May 20, 2021, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details