- વધતા જતાં કોરોનાના સંક્રમણે લઈ કોર્ટની રાજ્યોને ફટકાર
- દિલ્હી અને ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધુ
- કોર્ટનો રાજ્યોને કોરોના અંગે સ્ટેટ રિપોર્ટ આપવા આદેશ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોરોનાના વધતા જતા કેસ મામલે દિલ્હી અને ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. આપને જણાવી દઈએ કે દિલ્હી અને ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે.
સ્ટેટ રિપોર્ટ સબમિટ કરવા કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો કોરોનાને લઈને સાવચેતી રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધારે બગડી શકે છે. આ સાથે જ કોર્ટે તમામ રાજ્યોને તેમના દ્વારા કોરોનાને લઈ લેવાયેલા પગલા અંગે સ્ટેટ રિપોર્ટ આપવા કહ્યું છે. ગુજરાતને લઈને કોર્ટે કહ્યું કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખુબ વધી રહ્યું છે અને સ્થિતિ નિંયત્રણ બહાર છે.
કોરોનાને નિયંત્રિત કરવા SCએ કેન્દ્ર અને રાજ્ય સરકારને જણાવ્યું
ન્યાયમૂર્તિ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી ખંડપીઠે દિલ્હી સરકાર દ્વારા રજૂ કરેલા એડિશનલ સોલિસિટર જનરલ સંજય જૈનને જણાવ્યું હતું કે, દિલ્હીની સ્થિતિ નોંધપાત્ર રીતે બગડી છે, ખાસ કરીને નવેમ્બર મહિનામાં. તમારે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવો જોઈએ અને આ સંદર્ભમાં શું પગલા ભરવામાં આવ્યા છે તે સમજાવવું જોઈએ. ખંડપીઠે કેન્દ્ર અને રાજ્યોને કોવિડ -19 ના વધતા જતા કેસનો સામનો કરવા અને પરિસ્થિતિમાં સુધારો લાવવા શક્ય તેટલા પ્રયાસો કરવા જણાવ્યું છે.
નોંધનીય છે કે સર્વોચ્ચ અદાલત એક કેસની સુનાવણી કરી રહી હતી તેમાં તેણે કોવિડ -19ના દર્દીઓને યોગ્ય સારવાર આપવાની અને મૃતદેહોને હોસ્પિટલોમાં વ્યવસ્થિત રાખવા અંગે જણાવ્યું હતું. હાલ કોર્ટે કેસની સુનાવણી 27 નવેમ્બર સુધી મુલતવી રાખી છે.