ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાગપુરમાં કોરોના પ્રતિબંધ લાદવા અંગે બેત્રણ દિવસમાં નિર્ણય લઇ લેવામાં આવશે - પ્રધાન નીતિન રાઉત

મહારાષ્ટ્રના કેબિનેટપ્રધાન નીતિન રાઉતે એક મહત્ત્વની વાત કરી હતી કે નાગપુરમાં કોરોના પ્રતિબંધ લાદવા અંગે બેત્રણ દિવસમાં નિર્ણય લઇ લેવામાં આવશે. નાગપુરમાં કોરોના કેસોનો આંકડો બે આંકડામાં આવી ગયો છે અને કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન કરી લેવામાં આવ્યું છે.

નાગપુરમાં કોરોના પ્રતિબંધ લાદવા અંગે બેત્રણ દિવસમાં નિર્ણય લઇ લેવામાં આવશે
નાગપુરમાં કોરોના પ્રતિબંધ લાદવા અંગે બેત્રણ દિવસમાં નિર્ણય લઇ લેવામાં આવશે

By

Published : Sep 7, 2021, 4:28 PM IST

  • મહારાષ્ટ્રમાં કોરોની ત્રીજી લહેરની દસ્તક
  • નાગપુરમાં કોરોના પ્રતિબંધ લાદવાની તૈયારીઓ
  • પાંચ દિવસમાં કેસોનો આંકડો બે અંકમાં પહોંચી ગયો

મહારાષ્ટ્રઃ આગામી બેથી ત્રણ દિવસમાં નાગપુરમાં કોરોના પ્રતિબંધ લાદવામાં આવશે. નાગપુર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કેસોની સંખ્યા બે આંકડામાં પહોંચી ગઈ છે. કેબિનેટપ્રધાન નીતિન રાઉતે કહ્યું કે આગામી બેથી ત્રણ દિવસમાં જિલ્લામાં ફરી કોરોના નિયંત્રણો લાદવામાં આવશે. તેઓ વિભાગીય કમિશનર કચેરી ખાતે બેઠક બાદ મીડિયા સાથે વાત કરી રહ્યાં હતાં.

વિભાગીય કમિશનર કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક

રાઉતે એમ પણ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. વિભાગીય કમિશનર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર રાધાકૃષ્ણન બી., પોલીસ કમિશનર અમિતેશ કુમાર, કલેકટર વિમલા આર, જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી યોગેશ કુંભેજકર, અધિક પોલીસ કમિશનર અસ્વતી દોરજે, જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ ઓલા, સરકારી મેડિકલ કોલેજના અધિક્ષક ડો.સુધીર ગુપ્તા, માયો ભાવના સોનવણે, આરોગ્ય નાયબ નિયામક ડો.સંજય જયસ્વાલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.

સંસ્થાનો સાથે બેઠક કરી બેત્રણ દિવસમાં લદાશે પ્રતિબંધો

કોરોનાની પૃષ્ઠભૂમિ પર કડક પ્રતિબંધો લાદવા સંદર્ભે સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો અને ઉદ્યોગસાહસિકો સાથે પરામર્શ કરીને આગામી બેથી ત્રણ દિવસમાં કોરોના નિવારણ પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવશે, રાઉતે જણાવ્યું હતું. રાઉતે કહ્યું કે જીનોમ સિક્વન્સીંગ માટે 78 કોરોના પીડિતોના નમૂના પણ મોકલવામાં આવ્યાં છે. ત્રીજી લહેરના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પગલાંની સમીક્ષા કરવા સાથે વખતે મેડિકલમાં 201 પથારી અનામત રાખવામાં આવી છે. જિલ્લામાં ઓક્સિજનની વિપુલ ઉપલબ્ધતા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રસ્તરે ઓક્સિજન નિર્વિરોધપણે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

ICMR દ્વારા ઉલ્લેખિત જોગવાઈઓની તપાસ

ત્રીજી લહેરમાં વહીવટીતંત્રે ICMR દ્વારા ઉલ્લેખિત જોગવાઈઓની તપાસ કરી છે. તમામ હોસ્પિટલોને બાળકો માટે બેડ તૈયાર રાખવા કહેવામાં આવ્યું છે. આજે 12 દર્દીઓ મળી આવ્યાં છે. રાઉતે નાગરિકોને કાળજી રાખવા અપીલ કરી હતી. કયા પ્રતિબંધો લાદવા તે અંગેના સંકેતો જોઇએ તો

1) હાલમાં હોટલ વ્યવસાયને સવારે 10 વાગ્યા સુધી મંજૂરી છે અને સમયને 8 કલાક સુધી મર્યાદિત કરવાના સંકેતો છે.

2) બજારની દુકાનો માટે 10 કલાકથી 4 કલાકનો સમય સૂચવાયો છે.

3) વિકેન્ડ (શનિવાર - રવિવાર) બે દિવસ બધું બંધ રાખવાના સંકેતો છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને 1800 મેટ્રિક ટન ઓક્સિજન થશે ઉપલબ્ધ, 154 કરોડના ખર્ચે તૈયાર કરાયા પ્લાન્ટ

આ પણ વાંચોઃ ગુજરાત મહારાષ્ટ્રની નંદીગ્રામ સરહદે કોરોના મહામારીની ત્રીજી વેવને ધ્યાને રાખી શરૂ કરાઇ તૈયારીઓ

ABOUT THE AUTHOR

...view details