- કુખ્યાત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન કોરોના સંક્રમિત
- તિહાડ સહાયક જેલરે આ અંગે આપી માહિતી
- વર્ષ 2015માં ઈન્ડોનેશિયાથી છોટા રાજનની કરાઈ હતી ધરપકડ
મુંબઈઃ અંડરવર્લ્ડ ડોન રાજેન્દ્ર નિકલજે ઉર્ફે છોટા રાજન કોરોના વાઈરસથી સંક્રમિત થયો છે. તિહાડના સહાયક જેલરે આ અંગે માહિતી આપી હતી. છોટા રાજનને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 61 વર્ષીય છોટા રાજનને વર્ષ 2015માં ઈન્ડોનેશિયાના બાલીથી પ્રત્યાર્પણ પછી પોતાની ધરપકડ પછી દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે.
આ પણ વાંચોઃ18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રાજ્ય આપશે નિ:શુલ્ક રસી
છોટા રાજનને કોર્ટ સમક્ષ રજૂ નહીં કરી શકાય
તિહાડના સહાયક જેલરે સોમવારે ફોનના માધ્યમથી સત્ર કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ આ મામલાની સુનાવણી મામલામાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી છોટા રાજનને જસ્ટિસ સામે રજૂ નહીં કરી શકે. કારણ કે, છોટા રાજન કોરોના સંક્રમિત હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ પણ વાંચોઃમહીસાગરમાં 2.71 લાખ નાગરિકોએ કરાવ્યું કોરોના રસીકરણ
દિલ્હીની તિહાડ જેલમાં 2015થી કેદ છે છોટા રાજન
આપને જણાવી દઈએ કે, છોટા રાજન વિવિધ ગુનાઓમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. ઓક્ટોબર 2015માં ઈન્ડોનેશિયાથી પ્રત્યાર્પણ કર્યા બાદથી જ તે જેલમાં કેદ છે. રાજન મહારાષ્ટ્રમાં લગભગ 70 કેસનો આરોપી છે, જેમાં વર્ષ 2011માં પત્રકાર જેડેની હત્યાનો મામલો પણ શામેલ છે.