- આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન
- 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવી ફરજીયાત
- આરોગ્ય મંત્રાલયે રાજ્યોને આપ્યા નિર્દેશ
નવી દિલ્હી: કોરોના વાયરસના નવા સ્વરૂપથી(corona omicron variant) દેશને નવા સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ગહન નિયંત્રણ, સક્રીય સતર્કતા, ઉચ્ચ તપાસ, સંવેદનશીલ સ્થળો પર નજર,રસીકરણ અભિયનમાં વૃદ્ધિ અને પ્રાથમિક આરોગ્ય મામલે સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યુ છે આ ઉપરાંત આરોગ્ય મંત્રાલયે આંતર રાષ્ટ્રિય પ્રવાસીઓ માટે પણ કેટલીક ગાઈડલાઈન જાહેર કરી છે
ભારતમાં આતરરાષ્ટ્રીય આગમન માટે નવી ગાઈડલાઈન
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતમાં આંતરરાષ્ટ્રીય આગમન માટેની ગાઈડલાઈનમાં સુધારો કર્યો છે . જે 1 ડિસેમ્બરથી લાગુ થશે.યાત્રા કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ અપલોડ કરવો પડશે.આ ઉપરાંત 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી પણ બતાવવા આદેશ કર્યો છે.
આગમન બાદ ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવવો પડશે
આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે કોરોનાથી વધુ સંક્રમિત દેશોથી આવતા વિદેશી પ્રવાસીઓએ આગમન બાદ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને એરપોર્ટ પર રિપોર્ટની પ્રતિક્ષા કરવી પડશે.આવા પ્રવાસીઓના નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ 7 દિવસ સુધી હોમ ક્વોરોન્ટાઈન કરાશે. 8 માં દિવસે ફરી રિપોર્ટ કરાવવો પડશે અને જો રિપોર્ટ નેગેટિવ હોય તો આગળના 7 દિવસ સુધી સેલ્ફ મોનિટરીંગ કરવાનું રહેશે. પ્રવાસીઓના એક ભાગને(ફ્લાઈમાં મુસાફરી કરતા પ્રવાસીઓના 5 ટકા) એરપોર્ટ પર આગમન સાથે જ રેન્ડમલી કોરોના પરિક્ષણ કરાવવું પડશે
કેન્દ્રએ કોરોનાથી વધુ પ્રભાવિત દેશોની યાદી બનાવી
અગાઉ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અનુસરનારા કેટલાક ઉપાયોને અનુલક્ષીને, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે(Union Health Secretary Rajesh Bhushan) પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કડક તપાસ કરવા પર જોર આપ્યુ. જીનોમ સીક્રેસિંગ માટે લેવામાં આવેલા સેમ્પલ ત્વરિત મોકલવા સુનિશ્ચિત કરવા અને આ ચિંતાના ઉકેલ માટે કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરવાનું પણ કહ્યુ છે. તેમણે 27 નવેમેબરે લખેલા એક પત્રમાં કહ્યુ કે સક્રિય પગલા લેતા , સરકારે પહેલાથી જ એવા દેશોને જોખમી શ્રેણીમાં રાખ્યા છે જ્યાં કોવિડનું પ્રમાણ ચિંતાજનક છે અને જે કોરોનાથી વધુ પ્રભાવિત દેશોમાંથી ભારત આવવાવાળા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પછીથી વધારાના પગલા ભરી શકાય
ભૂષણે જણાવ્યું કે સંભવિત ખતરો જે દેશ માટે ચિંતાનું સ્વરૂપ લઈ શકે છે, તેને ધ્યાનમાં રાખીને ગહન નિયંત્રણ, સક્રિય તપાસ, રસીકરણના અભિયાનમાં વૃદ્ધિ અને કોવિડ ગાઈડલાઈનને પ્રભાવી રીતે અનુસરવી જરૂરી છે અને તેના પાલન માટે પ્રાથમિક સ્તરથી જ તેને સક્રિય રીતે લાગુ કરવી જોઈએ.
આરોગ્ય સચિવે કહ્યુ કે દેશમાં આરોગ્ય તંત્રને બધા જ દેશોથી આવનારા પ્રવાસીઓ, ખાસ કરીને જોખમી દેશોથી આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર નજર રાખવા તૈયાર કરવામાં આવે. તેમણે કહ્યુ કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટથી આવનારા પ્રવાસીઓની પહેલાની ટ્રાવેલ હિસ્ટ્રીની જાણકારી પ્રાપ્ત કરવા માટે પહેલાથી જ એક રિપોર્ટીંગ વિભાગ છે. સાથે જ કહ્યુ કે તેની સમીક્ષા થવી જોઈએ અને મંત્રાલય દ્વારા આપવામાં આવેલા પ્રોટોકોલને કડક રીતે સુનિશ્ચિત કરવુ જોઈએ, જેમાં જોખમી દેશોથી આવનારા પ્રવાસીઓની તપાસ અને બધાજ પોઝિટિવ રિપોર્ટને જીનોમ સીક્રેસીંગ માટે તાત્કાલિક ઈનસાકોગ પ્રયોગશાળામાં મોકલવુ પણ સામેલ છે
કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટના પ્રમાણમાં ઘટાડો
આ સ્વરૂપ બદલતા વાયરસને ફેલાવતા અટકાવવા હાલની તપાસની કાર્યપ્રણાલીને સંચાલિત કરવાની આવશ્યક્તા પર ભાર મુક્તા ભૂષણે કહ્યુ કે એવુ જોવામાં આવ્યુ છે કે કેટલાક રાજ્યોમાં તપાસ દરમિયાન સરેરાશ આરટી-પીસીઆર ટેસ્ટમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યુ કે , પુરતી તપાસના અભાવે સંક્રમણ ફેલાવવાના સાચા સ્તરને નક્કી કરવુ ખુબ જ મુશ્કેલ છે.રાજ્યોએ કોરોના ટેસ્ટ સબંધિત કાર્યપ્રણાલીને મજબૂત કરવી જોઈએ અને કોરોના ટેસ્ટની ગાઈડલાઈનને કડક અમલમાં મુકવી જોઈએ.ભૂષણે આવા સંવેદનશીલ સ્થળોની નિરંતર તપાસ પર ભાર આપ્યો છે કે જ્યાં હાલમાં જ સંક્રમણના ઘણા કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો:Omicron variant alert: આફ્રિકાથી આવેલા 9 લોકો સહિત 351 લોકો ક્વોરન્ટાઈન
આ પણ વાંચો:coronavirus new variant:એમિક્રોન વેરીએન્ટ સામે ગાંધીનગર સિવિલ તંત્ર તૈયાર