નવી દિલ્હી:કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (India Corona Update) 2,34,281 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 893 લોકોના મોત થયા છે. રવિવારે સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં હાલમાં 18,84,937 સક્રિય કેસ છે. આ સાથે જ, દૈનિક હકારાત્મકતા દર 14.50 ટકા થયો છે.
આ પણ વાંચો:રાજ્યમાં આજે કોરોનાના 11,974 કેસ નોંધાયા, 33 દર્દીઓએ કોરોના સામે હારી જંગ
દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 કરોડથી વધુ
ભારતમાં કોવિડ-19ના એક દિવસમાં 2,34,281 નવા કેસ નોંધાયા બાદદેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,10,92,522 થઈ ગઈ છે. સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 4,94,091 લોકોના મોત થયા છે. આ સાથે જ, એક દિવસમાં 3,52,784 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જે બાદ સંક્રમણમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 3,87,13,494 થઈ ગઈ છે.
આ પણ વાંચો: શનિવારે2.5 લાખથી ઓછા નવા કેસ, 871 લોકોના મોત
દેશવ્યાપી રસીકરણ અભિયાન
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોનાના 1,65,70,60,692 ડોઝ આપવામાં આવ્યા છે. બીજી તરફ રવિવાર સવાર સુધીમાં 16,15,993 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 72,73,90,698 સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે.