નવી દિલ્હી: દેશમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના કુલ 6,358 નવા કેસ(Covid-19 new cases) નોંધાયા છે. તે જ સમયે, કોરોનાના સક્રિય કેસનો આંકડો 75,456 પર પહોંચી ગયો છે. બીજી તરફ, કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના દર્દીઓની(Omicron patients) સંખ્યા પણ ઝડપથી વધી રહી છે, ઓમિક્રોનના અત્યાર સુધીમાં 653 કેસ(Omicron Cases in India) નોંધાયા છે, જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં 23 નવા કેસ સામે આવ્યાં છે. આ માહિતી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય(Ministry of Health and Family Welfare) દ્વારા આપવામાં આવી છે.
ઓમિક્રોન વેરિઅન્ટના 653 કેસ નોંધાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 653 કેસ નોંધાયા છે. તેમાંથી 167 કેસ સાથે મહારાષ્ટ્ર ટોચ પર છે. આ પછી દિલ્હીમાં 165, કેરળમાં 57 અને તેલંગાણામાં 55 કેસો નોંધાયા છે, આ સિવાય 23 દર્દીઓને રજા આપવામાં આવી છે.
રાત્રીના 11થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લગાવાયો
દેશમાં વધતા જતા કેસોને જોતા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન હેઠળ, કોવિડ-19 હાલમાં યલ્લો કેટેગરીમાં પહોંચી ગયો છે. જેમાં હવે ઘણી વસ્તુઓ પર પ્રતિબંધ લાગી શકે છે. કોવિડ-19 અને ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સોમવારથી રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લગાવી દીધો છે.