- અંતિમ સંસ્કાર માટે કોઈ સ્થાન ન હોવાનું કહીને 24 કલાક મૃતદેહ રઝડ્યો
- પરિવારજનોએ વીડિયો બનાવીને આરોગ્ય સેવાઓ પર સવાલ ઉઠાવ્યા
- મૃતકના પુત્રએ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો
નવી દિલ્હી/નોઈડા: ઘરમાં આઇસોલેશન દરમિયાન કોરોનાથી સંક્રમિત વ્યક્તિના મોતને પગલે શહેરમાં હંગામો મચી ગયો હતો. પરિવારજનોએ વીડિયો બનાવીને આરોગ્ય સેવાઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સમયસર સારવારના અભાવને લીધે સંક્રમિતનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. આ બાદ, જ્યારે અંતિમ સંસ્કાર માટે સંબંધીઓએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરતા વિભાગે, અંતિમ સંસ્કારમાં કોઈ સ્થાન ન હોવાનું કહીને 24 કલાક પછી સમય આપ્યો હતો. ગુસ્સે થયેલા સ્વજનોએ ઈંટરનેટ પર સંક્રમિતના મૃતદેહનો વીડિયો વાયરલ કર્યો હતો. જે બાદ, વહીવટીતંત્ર દોડતું થયું હતું.
આ પણ વાંચો:1.10 લાખ ચૂકવ્યા છતાં ફાટેલી PPE કિટમાં મૃતદેહ અંતિમ સંસ્કાર માટે મોકલ્યો
રિપોર્ટમાં પરિવારના 6 લોકો સંક્રમિત
76 સેકટરની સોસાયટીમાં પરિવાર સાથે રહેતા 77 વર્ષીય વૃદ્ધનો 24 કલાક પછી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ગુરુવારે તેની પત્ની, પુત્ર, પુત્રવધૂ અને બન્ને પૌત્ર સાથે કોરોનાના લક્ષણોની સેક્ટર 27ની ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી. તપાસ કર્યા બાદ, રિપોર્ટમાં 6 લોકો સંક્રમિત મળ્યા હતાં. આ બાદ, હોસ્પિટલના ડૉક્ટરે એક્સ-રે અને બ્લડ ટેસ્ટ કરતા તેને પરિવારના અન્ય લોકોને ઘરમાં આઇસોલેશન રાખવામાં આવ્યો હતો.