- કોરોના સંક્રમણની બીજી લહેરની અસર થઇ ધીમી
- કોરોના વાઇરસનો બીજી લહેર અંતના આરે
- સક્રિય દર્દીઓની કુલ સંખ્યા એક હજારથી ઓછી થઈ
નવી દિલ્હી: વિશ્વના અન્ય ઘણા દેશોની જેમ, કોરોનાની બીજી લહેર (second wave of corona) ભારત પર કહેર બનીને ટૂટી હતી. પરંતુ હાલ સારા સમાચાર એ છે કે સંક્રમણ (Infection)ની બીજી લહેરની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસમાં મોટો ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃIndia Corona Update: દેશમાં 111 દિવસ બાદ સૌથી ઓછા કોરોના કેસ, 24 કલાકમાં 34,703 નવા કેસ
કોરોના કેસમાં નોંધાયો ઘટાડો
કોરોના વાઇરસ(Corona virus)નો બીજી લહેર અંતના આરે છે. ત્યારે દરરોજ નવા નોંધાતા કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળા રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ (Delhi Covid 19 Cases) ઝડપથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સક્રિય દર્દીઓની કુલ સંખ્યા એક હજારથી ઓછી થઈ ગઈ છે.
આ પણ વાંચોઃIndia Corona Update: 24 ક્લાકમાં 39 હજારથી વધુ નવા કેસ, 723 મોત
24 કલાકમાં ભારતમાં 43,733 નવા કોરોના કેસ નોંધાયા
આજે (બુધવારે) દેશમાં કોરોના વાઇરસના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,733 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે રિક્વરી રેટ 97.18 ટકા થયો છે. પાછલા દિવસમાં દેશમાં કોરોનાના 34,703 નવા કેસ નોંધાયા હતા. જે છેલ્લા 111 દિવસમાં સૌથી ઓછા કેસ છે.