હૈદરાબાદ: કોરોના વાયરસે તેની ઝડપ વધારી છે. દિવસેને દિવસે કોરોનાના કેસ આગની જેમ ફેલાઈ રહ્યા છે. ફિલ્મ જગતમાં કોરોનાએ હાહાકાર ( Corona in the film world)મચાવ્યો છે. એક પછી એક કલાકારો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હવે બોલિવૂડના પ્રખ્યાત સિંગર સોનુ નિગમને કોરોના થયો છે. તે તેના આખા પરિવાર સાથે દુબઈમાં રજાઓ(Corona positive including Sonu Nigam family) ગાળવા ગયો હતો. સોનુની પત્ની અને પુત્રને પણ કોરોના થયો છે.
શૂટિંગ માટે દેશમાં પાછો આવવાનો હતો
સિંગરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગેનો એક વીડિયો જાહેર કર્યો છે. સોનુ નિગમે જણાવ્યું કે, તે સુપર સિંગર સીઝન 3 માટે કોન્સર્ટ અને શૂટિંગ માટે દેશમાં પાછો આવવાનો હતો, પરંતુ જ્યારે તેનો કોરોના ટેસ્ટ થયો (sonu nigam corona positive )તો તેનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો.
આ પણ વાંચોઃFim RRR Release : ફિલ્મ RRR 7 જાન્યુઆરીએ રિલીઝ નહીં થાય, નિર્માતાઓએ લીધો નિર્ણય