બેઈજિંગઃચીનમાં ફરી એકવાર કોરોનાના કેસ (increase of corona case) વધવા લાગ્યા છે. વધી રહેલા કેસોએ દરેકને ચિંતામાં મૂકી દીધા છે. માહિતી અનુસાર રોગચાળાની શરૂઆત બાદ એક જ દિવસમાં કોરોનાના કેસ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેશનલ હેલ્થ બ્યુરોએ (national health Bureau) જણાવ્યું કે બુધવારે ચીનમાં 31,454 કેસ નોંધાયા હતા, જેમાંથી 27,517 કેસ લક્ષણો વિના નોંધાયા હતા. ચીનમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન (Lockdown), સામૂહિક પરીક્ષણ (mass testing) અને મુસાફરી પ્રતિબંધો (Travel restrictions) જેવા પગલાં અપનાવવામાં આવી રહ્યા છે.
ચીનમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો, નવા કેસમાં રેકોર્ડ વધારો - હાહાકાર
ચીનમાં ફરી એકવાર કોરોનાનો (increase of corona case) ખતરો મંડાઈ રહ્યો છે. ચીનમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન(Lockdown),સામૂહિક પરીક્ષણ (mass testing) અને મુસાફરી પ્રતિબંધો(Travel restrictions) જેવા પગલાં અપનાવવામાં આવી રહ્યા છે. પરંતુ તેમ છતાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
સખત કોવિડ નીતિ: ચીનની 1.4 બિલિયનની વિશાળ વસ્તીની સરખામણીમાં નવા કોરોના ખુબ ઓછા છે જો કે બેઇજિંગની કડક કોવિડ નીતિ હેઠળ સમગ્ર શહેરને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવે. સંક્રમિત લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવે.ઝીરો કોવિડ પોલિસીના કારણે સમગ્ર દેશમાં ભારે આક્રોશ પેદા થયો છે. મતલબ કે દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં વિરોધ જોવા મળી શકે.
કોરોનાના કેસોમાં વધારો: ચીનમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન, સામૂહિક પરીક્ષણ અને મુસાફરી પ્રતિબંધો જેવા પગલાં અપનાવવામાં આવી રહ્યા છે. પરંતુ તેમ છતાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કહેવાય છે કે કોરોનાની ઉત્પત્તિ પણ ચીનથી થઇ હોવાનું ઘણા બધા મીડિયા અને સાર્વજનિક રિપોર્ટમાં સામે આવ્યું છે. આજે દુનિયાના લગભગ દરેક દેશોમાં કોરોનાને લઈને નિયમો હળવા કરી દેવામાં આવ્યા છે. ત્યારે ફરી એકવાર ચીનમાં કોરોનાના કેસમાં થયેલો વધારો સમગ્ર દુનિયા માટે ચિંતાનો વિષય છે